Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Meghameher in the country but why is there a dark drought in Madurai? Forced to wander in a dried-up well with blankets!

VIDEO: ANDARNI VAAT / દેશમાં મેઘમહેર પણ મદુરાઈમાં કેમ કાળઝાળ દૂકાળ? બેડા-માટલા લઈને સુકાયેલા કૂવે ભટકવા મજબૂર!

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હાલ દેશભરમાં ચોમાસાએ જોરદાર દસ્તક આપી છે અને અનેક રાજ્યો જળબંબાકાર થયા છે, પરંતુ તમિલનાડુના મદુરાઈ જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. અહીંના અનેક ગામોમાં ભીષણ જળસંકટ સર્જાતા ગ્રામજનો ટીપાં-ટીપાં પાણી માટે તરસી રહ્યા છે. હજારોની વસ્તી ધરાવતા આ વિસ્તારોમાં પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક મહિલાઓ અને પુરુષો બેડા, માટલા તેમજ અન્ય વાસણો લઈને દૂર-દૂર સુધી ભટકવા મજબૂર બન્યા છે. સીમાડામાં આવેલો એકમાત્ર કૂવો પણ તળિયે બેસી ગયો છે અને સુકાઈ ગયેલી સ્થિતિમાં છે, છતાં લોકો તેમાંથી જ માંડ-માંડ પાણી ઉલેચી રહ્યા છે. વરસાદી સીઝન હોવા છતાં પીવાના ચોખ્ખા પાણી માટે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે..

App Store

પાણીની વિકટ સમસ્યાની સાથે મદુરાઈ જિલ્લામાંથી લોકોની સુરક્ષા અને પર્યાવરણને લગતો અન્ય એક ગંભીર મુદ્દો પણ સામે આવ્યો છે. મદુરાઈના નિવાસીઓએ આસપાસના વિસ્તારોમાં બેફામ ચાલી રહેલી પથ્થરની ખાણો સામે સખત વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે ખાણોમાં થતા શક્તિશાળી બ્લાસ્ટિંગના કારણે ઘરોની દીવાલોમાં મોટી તિરાડો પડી રહી છે અને સતત કંપન અનુભવાય છે. વિસ્ફોટોને લીધે ઉડતી ધૂળથી બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની ગંભીર બીમારીઓ વધી રહી છે. કૂવામાં પાણી ન હોવું અને ઉપરથી ક્વોરીના પ્રદૂષણે લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે, જેને પગલે તંત્ર સામે ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી