VIDEO : ANDARNI VAAT/ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મોટો બદલાવ: સુવેન્દુ સરકારના આદેશથી મદરેસાઓમાં ગવાયું 'વંદે માતરમ્'
સોર્સ : gstv
પશ્વિમ બંગાળમાં ભાજપની સરકાર આવતા જ એક પછી એક કડક નિયમો બની રહ્યા છે. સુવેન્દુ અધિકારીની સરકારે તમામ શાળા કોલેજ અને મદરેસામાં રાષ્ટ્રગાન જનગનમન અને રાષ્ટ્રગીત વંદેમાતરમ ફરજીયાત ગાવાનો આદેશ આપ્યો હતો. સરકારના આદેશ બાદ પહેલી જૂનથી ઉનાળું વેકેશન ખુલતા શાળા અને મદરેસામાં વંદે માતરમ ગાવાની શરુઆત થઇ હતી. પશ્વિમ બંગાળના માલદા જિલ્લામાં આવેલી માલદા મોડેલ મદરેસામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મદરેસાના કર્મચારીઓ દ્રારા રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવાનું શરુ કરી દીધું છે. વિદ્યાર્થીઓ લાઇનબદ્ધ ઉભા રહીને રાષ્ટગીત ગાય છે. શિક્ષકો અને મદરેસાના કર્મચારીઓ પણ તેમા જોડાઇ છે. મલદા મોડેલ મદરેસાના શિક્ષક કહે છે, અમે પહેલા પણ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત ગાતા હતા. પણ હવે આખું વંદે માતરમ ગીત ગાવાનો આદેશ સરકાર દ્રારા આપવામાં આવ્યો છે. માટે આખું ગીત ગાવામાં આવે છે.
તેઓ ઉમેરે છે, વંદે માતરમ ગીતના રચયિતા બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય બંગાળી હતા. માટે આ ગીત ગાવું અમારા માટે ગૌરવની વાત છે. માલદા જ નહીં રાજ્યની તમામ મદરેસાઓમાં હવે સંપુર્ણ વંદે મારતમ ગાવામાં આવે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રગીત ગાવાનું ફરજીયાત કર્યું છે. મદરેસા સંચાલકો સાથે અનેક મુસ્લિમમો રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવાનો વિરોધ કરે છે. તેઓ માને છે કે વંદે માતરમમાં હિન્દુ દેવી-દેવતાનો ઉલ્લેખ છે. ઇસ્લામમા અલ્લાહ સિવાય કોઇને પુજવાની નિષેધ છે. આ કારણે દેશના મુસ્લિમ સંગઠનો વંદે માતરમનો વિરોધ કરી રહ્યા છે. સામે સરકાર તર્ક આપે છે કે વંદે માતરમ્ દેશની આઝાદીમાં બલિદાનનું પ્રતિક છે.
ક્રાંતિકારીઓને એક કરવા અને દેશ પ્રત્યે સ્વાભિમાનભાવ જગાડવા માટે બંગાળી લેખક બંકિંમચંદ્ર સટ્ટોપાધ્યાયએ આ ગીત લખ્યું હતું. વંદે માતરમે અંગ્રેજોની સત્તાને તહસનહસ કરવા માટે મોટો ભાગ ભજવ્યો હતો. માટે વંદે માતરમને ધર્મ સાથે જોડવામાં ન આવે. બંગાળમાં મમતા સરકાર હતી ત્યારે મદરેસામાં વંદે માતરમ ગાવામાં આવતું ન હતું. મમતાએ વંદે માતરમ ગાવા મુદ્દે ખુલીનો વિરોધ કર્યો હતો. મમતા રાજમાં મુસ્લિમ તૃષ્ટિકરણના આરોપ લાગતા હતા. હવે સવેન્દુ સરકારે આક્રમક ઋખ અપનાવતા મદરેસાઓમાં સંપુર્ણ વંદે માતરમ ગાવાનું શરુ થયું છે.

