VIDEO: ANDAR NI VAAT/ અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ચોરી! કર્મચારીના ઘરેથી ₹10 લાખ રોકડા મળ્યા
અયોધ્યામાં રામ મંદિરમાં નાણાની ચોરી મામલે ભારે હોબાળો થયો છે. ભારે વિવાદ બાદ યુપી સરકારે એસઆઇટીની રચના કરી છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે. હજુ પણ વધારે ધરપકડ થઇ શકે છે.
અયોધ્યામાં રામ મંદિરાના ચડાવામાં ચોરીની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના આરોપ બાદ રામ મંદિરના ચડાવામાં ઉચાપત થઇ હોવાનું સામે આવ્યું હતું. ઉચાપતની રકમ પાંચ કરોડ જેટલી મોટી હોવાનો અખિલેશે આરોપ લગાવ્યો હતો. યાદવના આરોપ બાદ યુપી સરકાર હરકતમાં આવી હતી. ઉચાપતના મુળ સુધી પહોંચલા માટે એસઆઈટીની રચના કરવામાં હતી. પ્રાથમિક તપાસ બાદ સીટએ મંદીરના ચડાવા વિભાગમાં કામ કરતા લવકુશ મિશ્રાની ધરપકડ કરતા હોબાળો મચી ગયો છે. લવકુશના ઘરમાંથી 10 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. લવકુશ મંદીરના ચડાવા વિભાગમાં દાનની રકમની ગણતરી અને હિસાબ રાખવાનું કામ કરે છે. મિશ્રાની ધરપકડ બાદ સીટ વધારે તપાસ કરી રહી છે. તપાસ અધિકારીનું માનવું છે કે નાણાની ઉંચાપતમાં લવકુશ એક માત્ર નથી. તેની સાથે કેટલાક લોકો પણ જોડાયેલા હોઇ શકે છે. સીસીટીવી કેમેરા, હિસાબ અને અન્ય કાગળની તપાસ બાદ બીજા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
રામ મંદીરના ચડાવામાં પાંચ કરોડ રૂપિયાની ઉચાપત થયાનો ગંભીર આરોપ અખિલેશ યાદવે લગાવ્યો હતો. અખિલેશની વાત યુપી સરકાર અને રામ મંદીર ટ્રસ્ટે ઉપજાવી કાઢેલી ગણી હતી. વિવાદ વકરતા રામ મંદીર ટ્રસ્ટએ ફરિયાદ નોંધાવાનું નક્કી કર્યું હતું. મંદીરનું કામકાજ સંભાળતા પૂર્વ કેન્દ્રિય સચિવ નૃપેન્દ્ર મિશ્રા સંભાળે છે. મિશ્રા સુધી ફરિયાદ પહોંચી છતાં તપાસ ન થતા ટ્રસ્ટ શંકાના દાયરામાં આવું ગયું હતું અને મામલો છેક પીએમઓ સુઘી પહોંચ્યો હતો. ઉચાપત રાજકિય મુદ્દો બનતા યુપી સરકારે તત્કાલ એસઆઇટીનું ગઠન કર્યું હતું. એસાઇટીના સંકજામાં બીજા અનેક લોકો પણ આવી શકે છે .

