Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : FIFA World Cup Thrill: A Unique View of Football Culture in Kerala...

VIDEO:ANDAR NI VAAT/FIFA વર્લ્ડ કપ રોમાંચ: કેરળમાં ફૂટબોલ સંસ્કૃતિનો અનોખો નજારો...

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેરલમમાં ફૂટબોલ એક રમત નહીં પણ લાગણી અને સંસ્કૃતિનો ભાગ બની ગયો છે. ફીફા ફૂટબોલ વલ્ડ કપના પ્રારંભ સાથે જ કેરળલમમાં ફુટબોલ ફીવર જામ્યો છે. રાજ્યના ઇકુડ્ડીમા મેસ્સી અને નેમારના સમર્થકો દ્રારા ડેમ પર બન્નેના વિશાળ કટ આઉટ લગાવાયા હતા.

App Store

ફીફા ફૂટબોલ વલ્ડકપના પ્રારંભ સાથે જ કેરલમમાં ફૂટબોલનો ફિવર જામ્યો છે. કેરલમના શહેર અને ગામડાઓમાં ચારે બાજુ ફૂટબોલના ખેલાડી અને ટીમના કટ આઉટ જ દેખાઇ છે. કેરલમના ઇડુક્કી જિલ્લામાં વડક્કેપ્પુઝા ડેમ પર ફૂટબોલ પ્રેમીઓએ અર્જન્ટિનાના ર્લિયોનેલ મેસ્સી અને બ્રાઝિલિયન સ્ટાર નેમારના કટ આઉટ લગાડ્યા હતા. ડેમના એક છેડે મેસ્સીનું કટ આઉટ લગાડવામાં આવ્યું હતું. બીજા છેડે નેમારનું કટ આઉટ લગાડવામાં આવ્યું હતું. પાણીની વચ્ચે આ વિશાળ કટ આઉટે ફૂટબોલ પ્રેમીઓ માટે આકર્ષણ જમાવ્યું હતું. બન્નેના કટ આઉટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ડેમની મુલાકાત લેતા જોવા મળ્યા હતા.

કટ આઉટ બનાવવા માટે બન્નેના સમર્થકો દ્રારા મોંટા પ્રમાણમાં જહેમત ઉઠાવવામાં આવી હતી.

સમર્થકોએ જણાવ્યું હતું કે મેસ્સી અને નેમાર છેલ્લી વખત વલ્ડ કપ જેવા મોટા પ્લેટફોર્મ પર રમી રહ્યા છે. અમે અમારા ખેલાડી પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માટે તેના કટ આઉટ અનોખી રીતે ડેમના કિનારે લગાવ્યા છે. વરસાદ અને પાણીને કારણે કટ આઉટને નુકસાન ન થાય તેના માટે અમે મજબુત માળખું બનાવ્યું છે.

 

નેમાર સમર્થકોએ જણાવ્યું હતું કે, અમે ઘણા વર્ષોથી બ્રાઝિલને સપોર્ટ કરીએ છીએ. પેલે, ઝિકો, રોનાલ્ડો, નેમાર... આ ટીમે અમને અનેક યાદગાર ક્ષણો આપી છે. આ વર્લ્ડ કપમાં અમે ફરી વાર બ્રાઝિલની જીતની  આશા રાખીએ છીએ તો મેસ્સીના ફેન્સનું કહેવું હતું કે ફૂટબોલના મેદાનમાં મેસ્સીને છેલ્લી વાર જોવાનું ચુકવાના નથી. અમને આશા છે કે આ વખતે પણ મેસ્સી અર્જન્ટિનાને જીતાશે.

 

ફૂટબોલ એ કેરલમની સૌથી લોકપ્રિય રમત છે. ઉત્તર અને મધ્ય ભારતમાં જેમ ગામડે ગામડે ક્રિકેટની ટીમ હોય છે તેમ કેરલમમાં પણ ગામે ગામ ફૂટબોલ ટીમ હોય છે. કેરલમમાં લોકો ફૂટબોલ ટીમ અને તેના ખેલાડીના દિવાના છે. તેઓ પોતાન ઘરના કલર પર ફૂટબોલ ટીમના કલરના આધારે કરે છે. ફીફા વલ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે કેરલમાં ફૂટબોલનો ફિવર છે. રોડ રસ્તા ટીમ અને ખેલાડીના જુદા જુદા બેનર અને કટ આઉટ જોવા મળે છે. કેરલમમાં ફૂટબોલ એ રમત નહી પણ એક લાગણી અને બજાર પણ છે.

ટોપિક્સ:gstvgstv newsfifa world cup 2026