VIDEO: ANDAR NI VAAT/ લ્યુટિયન્સ દિલ્હીમાં મોટું એક્શન: કેન્દ્ર સરકારે 15 એકરનું પોલો ગ્રાઉન્ડ પરત લીધું
દિલ્હી જિમખાના ક્બલ બાદ કેન્દ્ર સરકારે જયપુર પોલો ગ્રાઉન્ડ જમીન પરત લઇ લીધી છે. લ્યુટિયન્સ દિલ્લીમાં આવેલી 15 એકર જમીન પર કેન્દ્ર સરકારની લેન્ડ એન્ડ઼ ડેવલોપમેન્ટ ઓફિસે નોટિસ ચિપકાવી પ્રવેશ ન કરવા આદેશ આપ્યો છે. સરકારનું કહેવું છે કે જયપુર પોલો ગ્રાઉન્ડનો કોન્ટ્રાક્ટ 1993માં પુરો થઇ ગયો હતો.
લ્યુટિયન્સ દિલ્લીમાં આવેલા દિલ્લી જીમખાના ક્લબ બાદ કેન્દ્ર સરકારે એક જયપુર પોલો ગ્રાઉન્ડની જમીન પરત લઇ લીધી છે. કેન્દ્ર સરકારની લેન્ડ એન્ડ ડેવલોપમેન્ટ ઓફિસ દ્રારા ઇન્ડિયન પોલો અસોસિએશનને નોટિલ આપીને જયપુર પોલો ગ્રાઉન્ડની જમીન ખાલી કરવા આદેશ આપ્યો છે. એલડીઓ ઓફિસે ગ્રાઉન્ડ પર નોટિસ ચિપકાવી ચેતવણી આપી છે કે ગ્રાઉન્ડ હવેથી સરકારની સંપતિ છે, અનધિકૃત પ્રવેશ કે પ્રવૃત્તિઓ સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું જયપુર પોલો ગ્રાઉન્ડની જમીન વ્યાપક જાહેર હિતમાં અને સાર્વજનિક ઉદ્દેશ માટે લેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે દિલ્લી હાઇકોર્ટના આદેશ બાદ આ નિર્ણય લીધો છે. હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો. નીચલી કોર્ટે કેન્દ્ર સરકારની માગને સ્વિકારીને ઇન્ડિયન પોલો એસોસિએશનને આ જમીન સરકારને પરત આપવા આદેશ કર્યો હતો. લોઅર કોર્ટના આદેશ બાદ આઇપીએ આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે લોઅર કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો. જયપુર પોલો ગ્રાઉન્ડ 15 એકરમાં ફેલાયેલું છે. જયપુરના રાજા સવાઇ માનસિંહ બીજાએ આ જમીન 1930માં દિલ્લી પોલો ક્લાબને આપી હતી. આઝાદી બાદ મહારાજાએ આ જમીન કેન્દ્ર સરકારને સોંપી હતી. સરકારના જાહેર કાર્ય વિભાગે 1951માં દિલ્લી પોલો ક્લબને આ ગ્રાઉન્ડ 20 વર્ષ માટે લીઝ પર આપ્યું હતું. 1971માં લીઝ પૂર્ણ થતા અન્ય 20 વર્ષ 1993 સુધી લીઝ લંબાવવામાં આવી હતી. 1983મા દિલ્લી પોલો ક્લબનું વિસર્જન થતા ગ્રાઉન્ડ ઇન્ડિયન પોલો એસોસિએશનને સોંપવામાં આવ્યું હતું. 1993 બાદ લીઝ રિન્યુ થઇ ન હતી. તેમ છતાં પોલો મેચ અને ઇવેન્ટનું આયોજન આજ સુધી થતું હતું. ગ્રાઉન્ડને લઇને છેલ્લા કેટલાક સમયથી વિવાદ હતો. સરકાર આ ગ્રાઉન્ડને જાહેર હેતું માટે પરત લેવા માગતી હતી. આઇપીએ પોલો રમતના ઉત્થાન અને પર્યાવરણના હીતને ધ્યાનમાં રાખી ગ્રાઉન્ડ પોતાની પાસે રાખવા માંગતી હતી. હાઇકોર્ટનો નિર્ણય સરકારની તરફેણમાં આવતા પોલો ગ્રાઉન્ડ પર હવે તાળા મારી દેવામાં આવ્યા છે.

