Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Animal lovers protest at Jantar Mantar: Demand for separate ministry under 'Roar 4 Rights'

VIDEO: ANDAR NI VAAT/ જંતર મંતર પર પ્રાણી પ્રેમીઓનું પ્રદર્શન: 'રોર 4 રાઇટ્સ' હેઠળ અલગ મંત્રાલયની માંગ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીના જંતર મંતર ખાતે પ્રાણી પ્રેમીઓ દ્રારા પ્રાણી અધિકારી માટે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પ્રાણી પ્રેમીઓએ માંગ કરી હતી તે વર્તમાન એનિમલ ક્રુએલ્ટી એક્ટ બહુ જૂનો છે તેમાં સુધારો કરવામાં આવે. પ્રાણીઓ માટે એનિમલ વેલ્ફર ડિપાર્ટમેન્ટ શરુ કરવામાં આવે.

App Store

આજના સમયમાં પ્રાણીઓ પ્રત્યે ક્રુરતા વધી રહી છે. માણસ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણને કારણે પ્રાણીઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે. પ્રાણી સંરક્ષણ હેતુ માટે દિલ્લીના જંતર મંતર મેદાન ખાતે રોર 4 રાઇટ્સ – અ પીપલ્સ મૂવમેન્ટ ફોર ધ વોઇસલેસ બેનર હેઠળ પ્રાણી અધિકાર કાર્યકર્તાઓ અને પ્રાણી પ્રેમીઓ દ્રારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રાણી અધિકાર કાર્યકર્તા હાજર રહ્યા હતા. તેઓની માંગ હતી કે દિવસે દિવસે પ્રાણીઓ પ્રત્યે ક્રુરતા વધી રહી છે. લોકોમાં પાલતું અને ડોમેસ્ટ્રીક પ્રાણીઓ પ્રત્યે સહાનુભુતી ઘટી રહી છે માટે પ્રાણી પ્રત્યે ક્રુરતા અટવવા માટે કાયદામાં બદલાવ કરવો જરુરી છે. પ્રાણી કાર્યકર્તાઓએ માંગ કરી હતી કે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ -1960 અત્યંત જૂનો અને અપર્યાપ્ત છે. આ કાયદામાં ક્રૂરતા માટે માત્ર 50 રૂપિયાનો દંડ છે. આજના સમયમાં આ દંડ હાસ્યાસ્પદ છે. આ કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે, ભારે દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવે. અનિમલ કાર્યકર્તાઓ માગ કરી હતી કે પ્રાણી માટે એક અલગથી એનિમલ વેલ્ફર મિનિસ્ટ્રી શરુ કરવામાં આવે. અનિમલ મિનિસ્ટ્રીના માધ્યમથી પ્રાણીઓનું સારી રીતે ધ્યાન આપી શકાશે. જંતર મંતર ખાતે યોજાયેલા ધરણામાં અનિમલ કાર્યકર્તાએ કહ્યું હતું કે પ્રાણીઓના બર્થ કન્ટ્રોલ માટે વ્યવહારુ અને વૈજ્ઞાનિક અભિગમ આપનાવવામાં આવતો નથી. આ કારણે બર્થ કન્ટ્રોલ પ્રોગ્રામ વખતે પ્રાણીઓ પર ક્રુરતા આચરવામાં આવે છે. કેટલા પ્રાણીઓ તેમા મોતને પણ ભેટે છે. સરકાર વ્યુહારુ અને વૈજ્ઞાનિક અભિગમ માટે પુરતા પગલા ભરે. બંધારણની કલમ 51A(g) અનુસાર પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી એ દરેક નાગરિકનું કર્તવ્ય છે પરંતુ વર્તમાન કાયદાના અમલનો અભાવ અને બોદા કાયદાના કારણે પ્રાણી ક્રૂરતાના કેસો વધી રહ્યા છે. હાલના સમયમાં પ્રાણીઓ પ્રત્યે ક્રુરતા જોતા કાયદામાં સુધારો કરવાનો સમય આવી ગયો છે.