Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Kanpur: The water came back on the claims of smart city, the first rain became a disaster!

VIDEO:ANDAR NI VAAT/કાનપુર: સ્માર્ટ સિટીના દાવાઓ પર ફરી વળ્યું પાણી, પહેલો જ વરસાદ બન્યો આફત!

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કાનપુરમાં વરસાદ પડતાં જ સ્માર્ટ સિટીની કામગીરી પાણીમાં બેસી ગઈ છે.. બિરહાના રોડ અને બડા ચૌરાહા પર ઘૂંટણસમા પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.. કલાકો સુધી સર્જાયેલા ટ્રાફિક જામ અને કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલેલી પોલ અંગે જુઓ અમારો આ વિશેષ અહેવાલ..

App Store

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે જ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે.. કાનપુરના અત્યંત વ્યસ્ત અને અગ્રણી વ્યાપારી કેન્દ્ર ગણાતા બિરહાના રોડ અને બડા ચૌરાહા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ જળબંબાકારની સ્થિતિને લીધે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. રસ્તાઓ જાણે નાળામાં ફેરવાઈ ગયા હોય તેમ વાહનો અધવચ્ચે બંધ પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..

દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે, છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી. જળાશયો અને આંતરિક ડ્રેનેજ લાઈનોની સમયસર સફાઈ ન થવાને કારણે વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાના માલસામાનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક જનતામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઘોર લાપરવાહી અને નબળી કાયાપલટ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને લોકો વહેલી તકે આ નારકીય સ્થિતિમાંથી મુક્તિ આપવા માંગ કરી રહ્યા છે…

ટોપિક્સ:gstvgstv newssmart city