VIDEO: ANDAR NI VAAT/ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સરકારને આપ્યું 7 દિવસનું અલ્ટીમેટમ
કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેશવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેએ દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. છત્રપતિ સંભાજીનગરના વાલુજ ખાતે પોતાના નિવાસસ્થાને પહોંચેલા દીપકેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, ત્યાં સુધી તેમનું આંદોલન અટકશે નહીં. નવી દિલ્હીના જંતર-મંતર પર આયોજિત તેમના તાજેતરના વિરોધ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જે દર્શાવે છે કે શિક્ષણ જગતના આ મુદ્દે લોકોમાં ભારે રોષ છે. દીપકેએ દાવો કર્યો કે આ આંદોલન હવે માત્ર દિલ્હી પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર દેશમાં વ્યાપક બનશે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓમાં અનિયમિતતા સામે આંદોલન વધુ તેજ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જંતર-મંતર પર થયેલા સફળ વિરોધ પ્રદર્શન બાદ દીપકેએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર પેઢી સાથે અન્યાય કર્યો છે. તેમણે મંત્રીના રાજીનામાની માંગણી સાથે સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. દીપકેએ કહ્યું કે જો સાત દિવસમાં મંત્રી રાજીનામું નહીં આપે, તો આ આંદોલન હવે જમીની સ્તરે સમગ્ર દેશમાં વધુ વ્યાપક અને આક્રમક રીતે ચલાવવામાં આવશે. ત્યારે આગામી સાત દિવસમાં સ્થિતિ શું વળાંક લેશે તે જોવું રહ્યું.

