VIDEO: ANDAR NI VAAT/ સંભલમાં વહીવટીતંત્ર એક્શનમાં! ગેરકાયદેસર બાંધકામ પર કડક કાર્યવાહી
ઉત્તર પ્રદેશના સંભલમાં વહીવટીતંત્રનું બુલડોઝર ગરજ્યું છે. કાસેરુઆ ગામમાં ગેરકાયદેસર ધાર્મિક માળખું તોડી પાડતી વખતે ‘આઈ લવ મુહમ્મદ’ના પોસ્ટર્સ અને ધ્વજ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી એક મોટી ડિમોલિશનની કાર્યવાહીએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. સંભલના કાસેરુઆ ગામમાં ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને બાંધવામાં આવેલી એક મસ્જિદને તોડી પાડવા માટે વહીવટીતંત્રનું બુલડોઝર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન આ ગેરકાયદેસર બાંધકામની અંદરથી ‘આઈ લવ મુહમ્મદ’ લખેલા પોસ્ટર્સ અને ધાર્મિક ધ્વજ મળી આવ્યા હતા. ત્યારે આ પોસ્ટર્સ કોણે લગાવ્યા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે..
વહીવટીતંત્રની આ કાર્યવાહીનું મુખ્ય કારણ ગેરકાયદે દબાણ હતુ. પોલીસ અને સ્થાનિક પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ ડિમોલિશન સંપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર નિર્માણ હોવાથી તંત્ર દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. સ્થાનિક તંત્ર સ્પષ્ટતા કરી છે કે આ માત્ર ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની નિયમિત પ્રક્રિયા છે અને કાયદાનું પાલન કરવું એ તંત્રની પ્રાથમિકતા છે.

