VIDEO: ANDAR NI VAAT/ મોંઘવારીનો વધુ એક ડામ! 3 મહિનામાં બીજી વખત વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ
દેશભરના કરોડો ગ્રાહકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં રવિવારથી વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની દ્વારા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 29નો વધારો જાહેર કરવામાં આવ્યો.
છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં આ બીજી વખત વધારો થયો છે, જેના કારણે સામાન્ય પરિવારોના માસિક બજેટ પર વધુ ભાર પડવાનો છે. નવી કિંમત લાગુ થયા બાદ અમદાવાદમાં ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ રૂપિયા 920થી વધીને રૂપિયા 949 થયો છે. અગાઉ 7 માર્ચે પણ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો. સતત બીજી વખત થયેલા ભાવવધારાએ મહિલાઓનું બજેટ ખોરવ્યું છે. રાજધાની દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ રૂપિયા 913થી વધીને રૂપિયા 942 થયો છે. અગાઉ 7 માર્ચે પણ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 60નો વધારો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર હાલમાં LPG વેચાણ કરતી કંપનીઓને દરેક ઘરેલુ સિલિન્ડર પર આશરે ₹700 સુધીનું નુકસાન થઈ રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા Geopolitical Tensions અને ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાના કારણે International Energy Market પર દબાણ વધ્યું છે. ક્રૂડ ઓઇલ અને ગેસના વધતા ખર્ચને કારણે LPGના ભાવમાં વધારો કરવો કંપનીઓ માટે જરૂરી બન્યો હોવાનું માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે Oil Companiesને સ્થાનિક સ્તરે Gas Production વધારવા માટે સૂચના આપી છે. સાથે જ ઓછામાં ઓછા 30 દિવસનું LPG Storage જાળવી રાખવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.સરકારનું માનવું છે કે ભવિષ્યમાં સપ્લાય ચેઇન પર કોઈ અસર પડે તો ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે.

