Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT/ Youth of Vadodara will garland 11 lakh Rudraksha in Kedarnath

VIDEO: ANDAR NI VAAT/ વડોદરાના યુવાનો કેદારનાથમાં 11 લાખ રૂદ્રાક્ષની માળા ચડાવશે

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના યુવાનો દ્રાર પ્રસિધ્ધ જ્યોતિલિંગ કેદારનાથને 11 લાખ રુદ્રાક્ષ દ્રારા શણગારવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા ડમરુવાલા ફાઉન્ડેશન દ્રારા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કેદારનાથ મંદિરને 11 લાખ રૂદ્રાક્ષની માળાથી શણગારવામાં આવશે. આ સાથે વિશ્વના સૌથી ઉંચા શિવલિંગ તુંગનાથને 2 લાખ 51 હજાર ડમરુથી શણગારવામાં આવશે. આ માટે બાઇકર્સ ગેંગ ઘૂમ ગૃપના 150 સભ્યો દ્રારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. વડોદરાના જગન્નાથ મંદીરમાં રુદ્રાક્ષની માળા બનાવવાનું કામ શરુ દેવામાં આવ્યું છે. આ માળા બનાવવામાં મહિલા, પુરુષો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા, રુદ્રાક્ષ અને ડમરુની માળા બનાવવાનું કામ વડોદરામાં એક મહિના સુધી ચાલશે. એક મહિના બાદ ટ્રેકમાં આ બધી જ રુદ્રાક્ષ અને ડમરુની માળા સડક માર્ગે કેદારનાથ લઇ જવામાં આવશે. કેદારનાથની તળેટીથી મંદીર સુધી લઇ જવા માટે 40-40 કીલોની થેલીઓ ખચ્ચરના માધ્યમથી મંદીર સુધી લઇ જવામાં આવશે, ત્યારે બાદ કેદારનાથ મંદીરને સજાવવામાં આવશે. શ્રાવણ મહિના દરમિયાન કેદારનાથ મંદીર રુદ્રાક્ષની માળામાં રહેશે. આવી જ રીતે તુંગનાથને ડમરુથી શણગારવામાં આવશે. વડોદરાની બાઇકર્સ ગેંગ ધુમ ગૃપ કેદારનાથ અને તુંગનાથ બાઇક લઇને જાય છે. આ ગૃપે મંદીરને સણગારવાનું ભગીરથ કાર્ય હાથમાં લીધું છે.

App Store

 આ ભગીરથ કાર્યમાં માંજલપુરના સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલે સહયોગ કર્યો હતો. તેઓ જ્યારે હયાત હતા ત્યારે નેપાળથી 11 લાખ રુદ્રાક્ષ મંગાવવામાં આવ્યા હતા. નેપાળમાં મોટા પ્રમાણમાં રુદ્રાક્ષ થાય છે. નેપાળથી 42 હજાર કીલો રુદ્રાક્ષ મંગાવીને કામ શરુ કરવામાં આવ્યું છે. વડોદરામાં 250 જેટલા લોકો દરોજ રુદ્રાક્ષની માળા બનાવવાનું કામ કરશે. શ્રવણ મહિના સુધીમાં આ કામ પૂર્ણ થશે. કેદારનાથ અને તંગનાથમાંથી એક મહિનો પુજા થયા બાદ ફરી આ રુદ્રાક્ષ વડોદરા લવાશે અને શિવજીની સવારીમાં લોકોને પ્રસાદ રૂપે આપાશે.

 બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી