Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT/ Torrential rains in Mumbai, many areas inundated

VIDEO: ANDAR NI VAAT/ મુંબઈમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઝારખંડ પરથી સક્રિય રીતે પસાર થઈ રહ્યું છે, જેના પ્રભાવ હેઠળ મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક સ્થળોએ વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સતત વરસાદને કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી છે અને ઓફિસ જતાં કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પાણીના નિકાલની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

App Store

 

બીજી તરફ સતત વરસાદને કારણે મુંબઈ અને નવી મુંબઈના દરિયાકિનારા સહિતના વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા અને આહ્લાદક બની ગયું છે. વરસાદની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયાકિનારે પહોંચી રહ્યા છે, જોકે પ્રશાસન દ્વારા ઊંચા મોજાં અને સતત વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને સતર્ક રાખવામાં આવી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી હોય ત્યારે સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી પણ કરવામાં આવી છે. વરસાદે એક તરફ લોકોને ગરમી અને બફારાથી રાહત અપાવી છે, તો બીજી તરફ પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાએ દૈનિક જીવનને અસર પહોંચાડી છે. પ્રશાસન લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી