Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT/ Tourists flock to Himachal Pradesh's famous Spiti Valley

ANDAR NI VAAT/ હિમાચલ પ્રદેશની વિખ્યાત સ્પીતિ વેલીમાં પ્રવાસીઓનો જમાવડો

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મેદાની અને નીચાણવાળા વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા માટે હાલમાં પ્રવાસીઓ હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાની અદભુત ખીણો તરફ વળી રહ્યા છે, જેને પગલે સ્પીતિ વેલી અને લાહૌલ ખીણમાં પ્રવાસીઓનો ઘસારો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે અને સ્થાનિક હોટેલો તથા હોમસ્ટેમાં રૂમો લગભગ સૌ ટકા એટલે કે હાઉસફુલ થઈ ગયા છે. દરિયાઈ સપાટીથી આશરે 12 હજાર 500 ફૂટની ભારે ઊંચાઈ પર આવેલા આ કોલ્ડ ડેઝર્ટ એટલે કે ઠંડા રણ તરીકે ઓળખાતા સ્પીતિ વિસ્તારમાં અત્યારે દિવસ દરમિયાન હવામાન ખૂબ જ ખુશનુમા અને રાત્રિના સમયે ભારે ઠંડક વાળું હોવાથી પ્રવાસીઓ માટે તે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યું છે. જ્યાં લુધિયાણાથી આવેલા આશિષ અને પૂજા જૈન જેવા પ્રવાસીઓ અહીંના નયનરમ્ય નજારાઓ અને કુદરતી સૌંદર્યથી મંત્રમુગ્ધ થઈને અન્ય લોકોને પણ અહીં આવવાની ભલામણ કરી રહ્યા છે. તો વળી ગુડગાંવથી આવેલા દીપક વિવાન જેવા સાહસિકો માઉન્ટ ગોબર રંજનની એક દિવસીય રોમાંચક સફર ખેડીને આ અનોખા વાતાવરણનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. આ સાથે જ સૈલાણીઓ સ્પીતિના પ્રખ્યાત અને આહલાદક એવા જુગની વોટરફોલના વિશાળ વેગવંતા ધોધ નીચે તેમજ અર્ધચંદ્રાકાર આકાર ધરાવતા અત્યંત સુંદર ગ્લેશિયર તળાવ એટલે કે ચંદ્રાતાલ તળાવના નીતરા નીલા પાણીના કિનારે કેમ્પિંગ અને બોટિંગ કરીને કુદરતના ખોળે અવિસ્મરણીય પળો વિતાવી રહ્યા છે. સ્થાનિક સિસુ પંચાયતના પૂર્વ પ્રધાન અને પ્રવાસન ઉદ્યોગસાહસિક જગદીશ કટોચના જણાવ્યા મુજબ પ્રવાસીઓના આ અભૂતપૂર્વ ઘસારાને કારણે સ્થાનિક રોજગારીને મોટો વેગ મળ્યો છે અને પ્રવાસીઓના આકર્ષણને બમણું કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર તથા પ્રવાસન સંચાલકો દ્વારા રાત્રિના સમયે ઠંડીથી બચવા અને મનોરંજન માટે ખાસ બોનફાયર જેવી આકર્ષક ઓફર્સ અને સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. જેના કારણે પ્રકૃતિપ્રેમીઓ, બાઈકર્સ અને ટ્રેકર્સ માટે સ્પીતિ વેલી હાલમાં દેશનું સૌથી લોકપ્રિય અને પસંદગીનું સમર ડેસ્ટિનેશન બની ગયું છે.

App Store

બ્યુરો રિપોર્ટ જીએસટીવી