Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT/ Mamata Banerjee's faction loses TMC office in Kolkata, Ritabrat Banerjee's faction captures the lock

VIDEO: ANDAR NI VAAT/ મમતા બેનર્જીના જૂથે કોલકાત્તાની TMCની ઓફિસ ગુમાવી, ઋતબ્રત બેનર્જી જૂથે તાળા મારી કબજો કર્યો

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના રાજકારણમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ હવે એક અત્યંત આક્રમક વળાંક પર આવી પહોંચી છે. તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે માત્ર શાબ્દિક નિવેદનો પૂરતો સીમિત ન રહેતા પાર્ટીના ભૌતિક પરિસર પર કબજો જમાવવા સુધી પહોંચી ગયો છે. કોલકાતાના મેટ્રોપોલિટન વિસ્તારમાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથે કબજો જમાવી લીધો છે. જેથી ટીએમસી કાર્યાલને લઈ નવો રાજકીય ડ્રામા શરૂ થયો છે. ટીએમસી ઓફિસ પર બાગી જૂથના આગેવાન ઋતબ્રત જૂથે કબજો જમાવ્યો છે.  ઋતબ્રત બેનર્જી કાર્યાલયને તાળુ માર્યા બાદ ચાવી પોતાની સાથે લઈ જતા ફરી એક વખત રાજકીય ઘમાસાણ શરૂ થયુ છે. મમતા બેનર્જીને હવે કોલકાત્તામાં આવેલુ પાર્ટી કાર્યાલય પણ ગુમાવવાનો વારો આવી શકે છે. આ ઘટનાક્રમ માત્ર એક ઈમારતના નિયંત્રણનો મુદ્દો નથી, પરંતુ તે મમતા બેનર્જીના 'કાલીઘાટ જૂથ' સામે ઋતબ્રત જૂથ દ્વારા કરવામાં આવેલી યુદ્ધની સીધી ઘોષણા સમાન છે. ઓફિસ પર કબજો જમાવ્યા બાદ બળવાખોરોએ મુખ્ય દરવાજા પર તાળા મારી દીધા છે.જેનાથી ટીએમસીના કેન્દ્રીય નેતૃત્વ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.

App Store

આ રાજકીય ડ્રામાને પગલે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે મમતા બેનર્જીએ હવે કોલકાતા સ્થિત પાર્ટીનું મુખ્ય કાર્યાલય પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ટીએમસીના વફાદાર નેતાઓ અને બળવાખોર જૂથ વચ્ચેના ઘર્ષણના અહેવાલો વચ્ચે સ્થિતિ તંગ બની છે, જેને જોતા ટીએમસી ભવનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલમાં ત્યાં મોટી સંખ્યામાં CRPF અને સ્થાનિક પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. જેમાં ટીએમસી દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ બળવાખોર જૂથને ભારતીય જનતા પાર્ટીનું સીધું સમર્થન અને સુરક્ષા મળી રહી છે. આંતરિક કલહ અને ઓફિસ કબજાની આ ઘટનાએ બંગાળમાં રાજકીય અસ્થિરતાને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી છે. પાર્ટીના આંતરિક વિવાદનો આ નવો વળાંક આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં કેવા સમીકરણો બદલશે તે જોવું ખૂબ જ મહત્વનું બની રહેશે કારણ કે હવે સંગઠન પરની પકડ ગુમાવી રહેલા પક્ષ માટે આ એક મોટો રાજકીય પડકાર છે.

બ્યુરો રિપોર્ટ જીએસટીવી