Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: ED team raids a total of seven places linked to Trinamool Congress MLA and former minister Madan Mitra

VIDEO: EDની ટીમે તૃણમૂલ કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મદન મિત્રા સાથે જોડાયેલા કુલ સાત સ્થળો પર દરોડા પાડ્યા

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળમાં સરકારી ભરતી કૌભાંડને લઈ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે શનિવારે વહેલી સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની ટીમે ઉત્તર 24 પરગણાના કામરહાટીના તૃણમૂલ કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મદન મિત્રા સાથે જોડાયેલા કુલ સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. આ તપાસના ભાગરૂપે દક્ષિણેશ્વર સ્થિત 'હોલી નેસ્ટ' હાઈરાઈઝ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ....તપાસ એજન્સી મુજબ, નગરપાલિકા ભરતી કૌભાંડમાં મદન મિત્રાની ભૂમિકા શંકાના દાયરામાં છે. આરોપ છે કે વચેટીયાઓ દ્વારા રોકડ અને સોનાના સ્વરૂપમાં લાંચ લઈને અયોગ્ય ઉમેદવારોને કામરહાટી સહિતની વિવિધ નગરપાલિકાઓમાં સરકારી નોકરીઓ અપાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મિત્રા 125 થી વધુ ગેરકાયદેસર નિમણૂકો સાથે સીધી રીતે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ED હાલ આ મામલે નાણાકીય લેવડદેવડ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે

App Store