VIDEO: તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી સામે નવી FIR નોંધાતા રાજકીય ગરમાવો વધ્યો
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડા રાહત ફંડના કથિત ગેરવહીવટ મામલે તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી સામે નવી FIR નોંધાતા રાજકીય ગરમાવો વધ્યો છે. ડાયમંડ હાર્બર લોકસભા વિસ્તારમાં રાહત રકમના વિતરણમાં આશરે 250 કરોડ રૂપિયાની નાણાકીય અનિયમિતતાઓના આક્ષેપો કરવામાં આવ્યા છે. ભાજપના નેતા Abhijit Dasએ સમગ્ર મામલાની તપાસ માટે SIT રચવાની માંગ કરી છે. ફરિયાદ મુજબ અમ્ફાન બાદ મકાન નિર્માણ અને મરામત માટે આપવામાં આવેલી સહાયમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ છે. કેટલાક પક્કા મકાનોને નુકસાનગ્રસ્ત દર્શાવી સહાય આપવામાં આવી હોવાનું અને એક જ સરનામે અનેક લોકોને અલગ-અલગ લાભ અપાયો હોવાના દાવા કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

