Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Woman throws one and a half crore rupees from balcony, people rush to loot money

Viral Video / મહિલાએ બાલ્કનીમાંથી દોઢ કરોડનો વરસાદ કર્યો! પૈસા લૂંટવા લોકોએ કરી પડાપડી

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્ટરનેટ પર અત્યારે એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા પોતાના ઘરની બાલ્કનીમાંથી નોટો ઉડાવતી જોવા મળે છે. આ વીડિયો ચીનનો હોવાનું કહેવાય છે. દાવો કરવામાં આવ્યો છે કે મહિલાએ બાલ્કનીમાં ઊભા રહીને અંદાજે 1,62,247 ડોલર રોકડા હવામાં ઉડાવી દીધા હતા.

App Store

એક રિપોર્ટ અનુસાર, ચીનના ગ્વાંગડોંગમાં એક મહિલાએ તેના આલીશાન એપાર્ટમેન્ટમાંથી આટલી મોટી રકમ ઉડાવી હતી. ચીની સત્તાવાળાઓ હાલ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

અહેવાલો મુજબ, આ હોંગકોંગના 1,000 ડોલરના દરની નોટો હતી. મહિલાને નોટો ઉડાવતી જોઈને આસપાસના રહીશો અને રાહદારીઓમાં નોટો લૂંટવા માટે અફરાતફરી મચી ગઈ હતી. ત્યાંના પ્રોપર્ટી મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે આ નોટો અસલી હતી. કેટલીક વિગતો મુજબ, આ ઘટના મહિલાના તેના પતિ સાથેના વિવાદને કારણે બની હોઈ શકે છે, જ્યારે અન્ય એક રિપોર્ટ અનુસાર મહિલા તેના પારિવારિક મિત્રની બીમારીના સમાચાર સાંભળીને માનસિક રીતે પરેશાન હતી.

પરંતુ સ્થાનિક પોલીસે આસપાસના લોકોને ભેગા કરેલા પૈસા પરત કરવા વિનંતી કરી છે. એક રિપોર્ટ અનુસાર, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે સવારે ગ્વાંગડોંગ પ્રાંતના શાન્તૌમાં એક ઊંચી ઈમારત પરથી મહિલાએ મોટી માત્રામાં 1,000 હોંગકોંગ ડોલરની નોટો વેરી દીધી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં મહિલા જાંબલી રંગની નોટોના બંડલ વારંવાર ફેંકતી જોવા મળે છે. કેટલીક પોસ્ટમાં દાવો કરાયો છે કે આ રકમ 20 લાખ હોંગકોંગ ડોલર સુધી હોઈ શકે છે. સ્થાનિક પોલીસ સ્ટેશને જણાવ્યું કે મામલો ઉકેલાઈ ગયો છે અને લોકોએ પૈસા પરત સોંપવાનું શરૂ કરી દીધું છે. સત્તાવાર નિવેદન મુજબ, મહિલા પરિવારના સભ્યની ગંભીર બીમારીને કારણે ભાવનાત્મક રીતે પરેશાન હતી, પરંતુ કાઉન્સેલિંગ બાદ તેની હાલત હવે સ્થિર છે.