મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO : આ છે મુર્ખ યુવતી! ફાટતા જ્વાળામુખીને જોવા ગઈ અને થયું આવું

ફાટતા જ્વાળામુખીની નજીક જવું કેટલું જોખમી અને ખતરનાક હોઈ શકે છે તે કહેવાની જરૂર નથી. કારણ કે તેમાંથી નીકળતો ધકધકતો લાવા, રા

VIDEO : આ છે મુર્ખ યુવતી! ફાટતા જ્વાળામુખીને જોવા ગઈ અને થયું આવું
ફાટતા જ્વાળામુખીની નજીક જવું કેટલું જોખમી અને ખતરનાક હોઈ શકે છે તે કહેવાની જરૂર નથી. કારણ કે તેમાંથી નીકળતો ધકધકતો લાવા, રાખ અને ઝેરી વાયુઓ મિનિટોમાં જ કોઈને મારવા માટે પૂરતા છે. પરંતુ જ્યારે કોઈ છોકરી ફાટતા જ્વાળામુખીની પાસે જઈને બેસે ત્યારે શું થાય? હાલમાં આવા જ એક વિડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે- આ મૂર્ખતાની ચરમસીમા છે.   વાયરલ વીડિયોમાં દેખાતી છોકરીની ઓળખ ઈન્ડોનેશિયાની કેટરીના મારિયા અનાથાસિયા તરીકે થઈ છે, જે પર્વતારોહણની શોખીન છે. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દર્શાવે છે કે તે અત્યાર સુધી ઘણા પર્વતો પર ચઢી ચુકી છે. જો કે, તેનો એક વિડિયો પોસ્ટે ભારે હોબાળો મચાવ્યો છે, જેમાં તે ઇન્ડોનેશિયાના માલુકુ ઉતરા પ્રાંતમાં સ્થિત માઉન્ટ ડુકોનો જ્વાળામુખીની ખૂબ નજીક ટોચ પર બેઠેલી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં વિશ્વમાં સૌથી વધુ 130 સક્રિય જ્વાળામુખી છે. માઉન્ટ ડુકોનો તેમાંથી એક છે.   https://www.instagram.com/reel/DEkEJbLT3AS   મારિયાએ જણાવ્યું કે આ પર્વત 1933થી સતત ફાટી રહ્યો છે. તેની વિશિષ્ટતાને કારણે, ઘણા ક્લાઇમ્બર્સ આ કુદરતી ઘટનાને નજીકથી નિહાળવા માઉન્ટ ડુક્નો આવે છે. જો કે આ ચઢાણ માટે ગાઈડની સાથે હોવું જરૂરી છે. કારણ કે, માત્ર તેમની પાસે જ આ પર્વતની ગતિવિધિઓ અને તેની પ્રકૃતિ વિશે સચોટ માહિતી છે. માત્ર અનુભવી માર્ગદર્શક જ તમને કહી શકે છે કે પવન ક્યાંથી ફૂંકાય છે અને કઈ જગ્યા પર ચઢવું છે.

આ સમાચાર શેર કરો