VIDEO: VIRAL / રસ્તા પર યુવકનો જીવલેણ સ્ટંટ; પાછળ બેઠેલી છોકરીનો શ્વાસ અધ્ધર થઈ ગયો
સોર્સ : gstv
સોશિયલ મીડિયા પર સ્ટંટ સંબંધિત વીડિયો અવારનવાર જોવા મળતા હોય છે. જેમાં કેટલીકવાર સ્ટંટનું ખૂબ જ ખરાબ પરિણામ પણ ભોગવવું પડે છે. છતાં પણ લોકો સ્ટંટબાજી કરવાથી બાજ નથી આવતા. તાજેતરમાં જ એક સ્ટંટબાજનો વીડિયો આજકાલ ફરી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક પોતાની બાઇક પર રસ્તા પર ખતરનાક સ્ટંટ બતાવી રહ્યો છે.
જીવલેણ સ્ટંટ કરતો જોવા મળ્યો યુવક
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવકની બાઇક પાછળ એક છોકરી પણ બેઠેલી છે અને તે નિડર થઈને પોતાની બાઇકથી જીવલેણ સ્ટંટ કરી રહ્યો છે. સ્ટંટ દરમિયાન તે પોતાની બાઇકનું આગળનું પૈડું ઉપરની તરફ ઊંચું કરી દે છે અને પાછલા પૈડા પર બાઇકને ફુલ સ્પીડમાં દોડાવે છે. બાઇક પર બેઠેલી છોકરી ડરી રહી છે, પરંતુ તે સ્ટંટબાજ યુવકને પોતાના કરતબ પર કંઈક વધુ પડતો જ વિશ્વાસ છે કે તેની બાઇક નહીં પડે.

