VIDEO: VIRAL/ સની દેઓલની સુપરહિટ ફિલ્મ સાથે છે કનેક્શન! જેસલમેરના કિલ્લા બહાર બેસતા વૃદ્ધનો મોટો દાવો
મ્યુઝિક બનાવવું હોય તો સંગીતની સમજ અને સમર્પણ બંને ખૂબ જરૂરી છે. આના માટે હાઇફાઇ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે મોટા સ્ટુડિયો ન હોય તો પણ ચાલે, પરંતુ સંગીતની સાચી સમજ હોવી જરૂરી છે. રાજસ્થાનમાં જેસલમેર કિલ્લાની બહાર રસ્તા પર બેસતા એક વૃદ્ધ કલાકાર આ સમજથી ભરપૂર છે. તેમના દ્વારા વગાડવામાં આવેલી સંગીતની ધૂન અત્યારે ઇન્ટરનેટ પર લોકોનું ભારે ધ્યાન ખેંચી રહી છે.
ગદરનું ગીત તેમણે બનાવ્યું હતું?
વીડિયોની શરૂઆતમાં હરિરામ નામના આ વૃદ્ધ દાવો કરે છે કે, આશરે 30 વર્ષ પહેલાં આવેલી સુપરહિટ ફિલ્મ 'ગદર'ના પ્રખ્યાત ગીત 'ઉડજા કાલે કાગા' (Udja Kale Kaga) ની અસલી ધૂન તેમણે જ બનાવી હતી. આ દાવો કર્યા પછી તેઓ પોતાના 'રાવણહથ્થા' પર તે ગીતની સુંદર ધૂન છેડે છે.
50 વર્ષથી એક જ જગ્યાએ
જ્યારે તેમને પૂછવામાં આવે છે કે તેઓ આ કામ ક્યારથી કરી રહ્યા છે, ત્યારે તેમનો જવાબ આવે છે કે "૫૦ વર્ષથી". તેઓ આગળ જણાવે છે કે, છેલ્લા 50 વર્ષથી તેઓ આ જ જગ્યાએ બેસીને દરરોજ અવનવી ધૂન વગાડે છે. ત્યારબાદ તેઓ વીડિયોમાં ગદર ફિલ્મના ગીતની ધૂન વગાડવા લાગે છે.
વીડિયોમાં હરિરામ રાજસ્થાનના પ્રખ્યાત જેસલમેર ફોર્ટ (કિલ્લા) ની બહાર એક ઝાડ નીચે બેઠેલા જોવા મળે છે. તેમના હાથમાં તેમનું પરંપરાગત વાદ્ય 'રાવણહથ્થા' છે અને તેઓ તેના પર એક પછી એક ફિલ્મી ગીતોની ધૂન અદ્ભુત રીતે વગાડી રહ્યા છે.
શું છે આ 'રાવણહથ્થા'?
વીડિયોમાં દેખાતા વૃદ્ધ કલાકાર જે વાદ્ય વગાડી રહ્યા છે તેને 'રાવણહથ્થા' (Ravanahatha) કહેવામાં આવે છે. આ રાજસ્થાન અને ગુજરાતનું એક પ્રાચીન તારવાળું સંગીત વાદ્ય (String Instrument) છે. એવી લોકવાયકા છે કે લંકાપતિ રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વાદ્યની રચના કરી હતી.

