Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : VIRAL/ The train compartment was made into a 'honeymoon suite'! Know the response of the Railways after the video went viral

VIDEO: VIRAL/ ટ્રેનના ડબ્બાને બનાવી દીધો 'હનીમૂન સ્યુટ'! જાણો વીડિયો વાયરલ થતાં રેલવેએ શું આપ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રેનના એક 'સુહાગરાત કોચ'ની ઝલક બતાવવામાં આવી છે. વાસ્તવમાં, ટ્રેનના ૧ એસી (First AC) કોચની એક કેબિનને કોઈએ સુહાગરાતની સેજની જેમ સજાવી રાખી છે. આ રીતે હનીમૂન સ્યુટની જેમ સજાવેલી ૧ એસી કેબિનનો વીડિયો વાયરલ થતાં જ તેના પર સવાલો પણ ઉઠવા લાગ્યા છે.

App Store

ઘણા લોકોએ એવો સવાલ ઉઠાવ્યો છે કે શું ટ્રેનના કોઈ કોચને આ રીતે સજાવી શકાય? આના પર રેલવેનો જવાબ પણ આવ્યો છે—ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો અને રેલવેએ આ અંગે શું કહ્યું.

ટ્રેનની અંદર હનીમૂન સ્યુટ જેવો નજારો

ઇન્ટરનેટ પર ટ્રેનની ૧ એસી કેબિનને ચાલતા-ફરતા હનીમૂન સ્યુટ કે સુહાગરાતની સેજની જેમ સજાવવાના વીડિયોએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો પર કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે શું ટ્રેનની અંદર આ પ્રકારની સજાવટ યોગ્ય છે? તો વળી, ઘણા લોકોએ આ અનોખા આઈડિયાના વખાણ પણ કર્યા છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ટ્રેનના ૧ એસી કોચમાં એક કેબિનની અંદર જતાં જ ત્યાંનો નજારો કોઈ હનીમૂન સ્યુટ જેવો દેખાય છે. આખી કેબિનને રંગબેરંગી ફુગ્ગાઓ, લેસ (રિબન) અને ગુલાબના ફૂલોથી સજાવવામાં આવી છે. કેબિનની અંદરની દીવાલ પર અસંખ્ય ગુલાબના ફૂલો ચોંટાડવામાં આવ્યા છે અને નીચેના ફ્લોરને ગુલાબ તેમજ અન્ય ફૂલોની પાંખડીઓથી ઢાંકી દેવામાં આવ્યું છે.

કેબિનની છત (સીલિંગ) પરથી ઘણા બધા ફુગ્ગાઓ લટકાવવામાં આવ્યા છે. ટ્રેનની બર્થ (સીટ) પર પણ ગુલાબની પાંખડીઓથી હાર્ટ શેપ બનાવવામાં આવ્યો છે. આ સાથે દીવાલો પર લાઈટિંગ પણ કરવામાં આવી છે. દીવાલો પર ફૂલોની વચ્ચે-વચ્ચે નાની-નાની લાઈટો લગાવેલી છે. કેબિનની અંદર રાખવામાં આવેલા ડસ્ટબિનને પણ બુકેનું રૂપ આપી દેવાયું છે. આ ઉપરાંત કેબિનની દીવાલ પર 'આઈ લવ યુ' પણ લખેલું છે. આખી કેબિન ખૂબ જ મનમોહક રીતે સજાવેલી દેખાતી હતી.

મુસાફરે પાર્ટનરને આપ્યું સરપ્રાઈઝ

આ આખી સજાવટ એક મુસાફરે પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માટે કરી હતી. સોશિયલ મીડિયા પર આ ડેકોરેશનની જોરદાર પ્રશંસા થઈ રહી છે. તો બીજી તરફ, કેટલાક લોકોએ ભારતીય રેલવે અને રેલવે મંત્રીને ટેગ કરીને સવાલ પણ પૂછ્યા છે અને સ્પષ્ટતા માંગી છે કે શું ટ્રેનના ડબ્બામાં કોઈ મુસાફર આવી સજાવટ કરી શકે ખરો? શું આ રેલવેની સુરક્ષા સામે સવાલો ઉભા નથી કરતું?

રેલવેએ શું આપ્યો જવાબ?

રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવેના નિયમો હેઠળ First ACની કેબિન મુસાફરોને પ્રાઈવસીની સુવિધા આપે છે. નિયમ મુજબ, મુસાફરી દરમિયાન આખી કેબિન તે મુસાફર માટે જ આરક્ષિત રહે છે. તેથી, તેઓ આખી કેબિનમાં પોતાની રીતે મુસાફરી કરી શકે છે અને તેના અંતર્ગત પોતાની કેબિનને પોતાના કમ્ફર્ટ મુજબ સજાવી પણ શકે છે.

રેલવે સૂત્રોના મતે, જો કોઈ વ્યક્તિ સ્પેશિયલ કેબિન બુક કરે છે અને તેને જાતે સજાવે છે, તો તેમાં રેલવેની કોઈ ભૂમિકા નથી. મુસાફરો કેવી રીતે મુસાફરી કરવા માંગે છે તે તેમની પોતાની મરજી છે. આનાથી રેલવેના કોઈ પણ કાયદા કે નિયમનું ઉલ્લંઘન થતું નથી.