Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : VIRAL / About 900 poisonous snakes came with the flood water!

VIDEO: VIRAL/ પૂરના પાણી સાથે તણાઈને આવ્યા 900 જેટલા ઝેરી સાપ!

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પૂર માત્ર માણસો માટે જ ઘાતક નથી હોતું. તે પ્રાણીઓ અને અન્ય અબોલ જીવોના આશરા પણ ઉજ્જડ કરી દે છે. ચીનમાં આવેલા પૂરમાં કંઈક એવું બન્યું છે જેણે સાપોનું ઘર તો ઉજાડ્યું જ છે, સાથે જ માણસોના જીવ પર પણ જોખમ ઊભું કરી દીધું છે. સેંકડો સાપ હવે અહીં-તહીં સરકતા કે તરતા જોવા મળી રહ્યા છે. શું થઈ છે સમગ્ર ઘટના, જાણો વિગતે.

App Store

ક્યાં બની ઘટના?

આ ઘટના દક્ષિણ ચીનના ગુઆંગ્શી (Guangxi) પ્રાન્તમાં બની છે. અહીંના લોકો પહેલાથી જ પૂરના પાણીથી પરેશાન હતા. તેમના ઘરોની સાથે રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા હતા. પરંતુ હવે આ વિસ્તારમાં સાપોના ઝુંડ પણ ફરી રહ્યા છે.

આખેઆખું સ્નેક ફાર્મ વહી ગયું

વાસ્તવમાં આ વિસ્તારમાં એક 'સ્નેક ફાર્મ' (સાપ ઉછેર કેન્દ્ર) આવેલું છે, જે પૂરના પાણીમાં તણાઈ ગયું અને તેની સાથે જ ફાર્મમાં રહેલા સાપ પણ વહી ગયા. આ સાપ આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ચૂક્યા છે અને ગામના લોકોને કરડી પણ રહ્યા છે. સામાન્ય લોકોને આ સાપોને જાતે પકડવાની મનાઈ કરવામાં આવી છે.

ત્રણ પ્રજાતિના સાપ

તણાઈ ગયેલા સાપોમાં મુખ્યત્વે ત્રણ પ્રજાતિઓ સામેલ છે: કોબ્રા (નાગ), કિંગ રેટ સ્નેક (ધામણ) અને પાણીના સાપ. આમાંથી માત્ર કોબ્રા જ ઝેરી સાપ છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાંના મોટાભાગના સાપ લાંબો સમય પાણીમાં રહેવાને કારણે ટૂંક સમયમાં જ મરી જશે. પૂરનો આ વીડિયો સ્થાનિક રહેવાસી લી મેંગબાઈ (Li Mengbai) દ્વારા શેર કરવામાં આવ્યો છે.