Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : VIRAL/ Customer swallows ₹ 40 lakh diamond ring! What happened after watching the CCTV...!

VIDEO: VIRAL/ ગ્રાહક ગળી ગયો ₹40 લાખની ડાયમંડ રિંગ! CCTV જોયા પછી જે થયું...!

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વિચારો, કોઈ શખ્સ જ્વેલરી શોપમાં ગ્રાહક બનીને આવે, કલાકો સુધી વીંટીઓ જુએ અને પછી મોકો મળતાં જ લાખો રૂપિયાની હીરાની વીંટી... ખિસ્સામાં નહીં, પણ સીધી ગળી જાય! સાંભળવામાં આ કોઈ ફિલ્મી સીન જેવું લાગે છે, પરંતુ લંડનમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

App Store

લગ્નની વીંટી જોવાનું નાટક

એવું કહેવાય રહ્યું છે કે એક શખ્સ લંડનના પ્રખ્યાત હેટન ગાર્ડન વિસ્તારની એક જ્વેલરી શોપમાં ગ્રાહક બનીને પહોંચ્યો હતો. તેણે લગભગ બે કલાક સુધી અલગ-અલગ ડાયમંડ રિંગ્સ જોઈ. દુકાનના કર્મચારીઓને લાગ્યું કે તે લગ્ન માટે વીંટી પસંદ કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં તેના ઇરાદા કંઈક અલગ જ હતા.

દુકાનમાં રાખેલી આશરે 35 હજાર પાઉન્ડ (આશરે 40 લાખ રૂપિયા) ની કિંમતની એક ડાયમંડ એન્ગેજમેન્ટ રિંગ અચાનક ગાયબ થઈ ગઈ. આ વીંટીમાં એક મોટો પ્રિન્સેસ-કટ હીરો જડેલો હતો, જ્યારે તેના પ્લેટિનમ બેન્ડ પર પણ નાના-નાના ઘણા હીરા લગાવેલા હતા.

ચોરી પકડાતા ગુસ્સે થયો આરોપી

જ્યારે દુકાનદારે વીંટી વિશે પૂછ્યું તો તે વ્યક્તિ પોતાને સંપૂર્ણ નિર્દોષ ગણાવવા લાગ્યો. તે ગુસ્સે થવા લાગ્યો અને ત્યાં સુધી કહી દીધું કે તેના બધા ખિસ્સા ચેક કરી લેવામાં આવે. પહેલી નજરે તો કોઈને તેના પર શંકા પણ ન ગઈ.

પરંતુ દુકાનના માલિકોને કંઈક ગરબડ લાગી. તેમણે તરત જ દુકાનના CCTV ફૂટેજ ચેક કર્યા. વીડિયોને વારંવાર જોયા પછી જે સત્ય સામે આવ્યું તેણે બધાને ચોંકાવી દીધા. ફૂટેજમાં દેખાયું કે તે શખ્સ ખૂબ જ ઝડપથી વીંટી પોતાના મોંમાં નાખે છે અને પછી તેને ગળી જાય છે. આ પછી તે આરામથી દુકાનની બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, જાણે કંઈ થયું જ ન હોય!

'હું તો પાણી વગર પેરાસિટાામોલ પણ નથી ગળી શકતો'

દુકાન ચલાવતા 28 વર્ષના જુનૈદ હસને જણાવ્યું કે, તેમને આજે પણ વિશ્વાસ નથી થતો કે કોઈ આટલી મોટી હીરાની વીંટી ગળી શકે છે. તેમણે કહ્યું:

"હું તો પાણી વગર પેરાસિટામોલ (દવા) પણ ગળી શકતો નથી. સમજાતું નથી કે તેણે આટલી મોટી વીંટી કેવી રીતે ગળી લીધી! આ તેના શરીરની અંદર પણ ઈજા પહોંચાડી શકતી હતી."

જુનૈદના પિતા સૈયદ હસન, જેઓ તે સમયે ગ્રાહકને વીંટીઓ બતાવી રહ્યા હતા, તેમણે જણાવ્યું કે જેવું તેમને વીંટી ગાયબ થવાનો અહેસાસ થયો, તેમણે તે વ્યક્તિને શાંતિથી તે પાછી આપવા કહ્યું. શરૂઆતમાં તો તે જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો, પરંતુ જ્યારે તેને ખબર પડી કે CCTVમાં તેની આખી કરતૂત કેદ થઈ ગઈ છે, ત્યારે તેનો રંગ બદલાઈ ગયો.

છેલ્લે ઉલટી કરીને વીંટી બહાર કાઢી

ત્યારબાદ તેને વીંટી પાછી આપવા માટે કહેવામાં આવ્યું. આખરે તેણે પોતાની આંગળીઓ ગળામાં નાખીને ઉલટી (Vomit) કરી અને ગળેલી હીરાની વીંટી બહાર કાઢીને પાછી આપી દીધી.

વીંટી પાછી મળ્યા પછી હેટન ગાર્ડનની સિક્યોરિટી ટીમ તે વ્યક્તિને દુકાનની બહાર લઈ ગઈ. જ્વેલરી શોપના માલિકોનું કહેવું છે કે તેમણે તે જ દિવસે પોલીસને ઘટનાની જાણ કરી દીધી હતી, જોકે તેમને એ માહિતી નથી કે આરોપીની પાછળથી ધરપકડ થઈ કે નહીં.