VIDEO: VIRAL / ગુસ્સે ભરાયેલા ગજરાજનો આતંક તો જુઓ; રમકડાની જેમ કારને હવામાં ફંગોળી
સોશિયલ મીડિયા પર રોજ હજારો-લાખો વીડિયો શેર થતા રહે છે. જેમાં માણસોથી લઈને પ્રાણીઓ સુધીના વીડિયો સામેલ હોય છે. કેટલાક કિસ્સાઓ તો એવા હોય છે, જેને જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. તો વળી, કેટલીક બાબતો એવી પણ હોય છે જેના વિશે આપણે વિચારી પણ શકતા નથી, જ્યારે કેટલાક દ્રશ્યો જોઈને લોકો ધ્રૂજી ઉઠે છે. આ જ કડીમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે. કારણ કે, આ વીડિયોમાં ગુસ્સે ભરાયેલા એક ગજરાજે જોરદાર તાંડવ મચાવ્યું છે.
દુનિયામાં આમ તો ઘણા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. પરંતુ, કેટલાક પ્રાણીઓ એટલા ખતરનાક હોય છે, જેનાથી લોકો અંતર જાળવીને રાખે છે. હાથી પણ તેમાંથી એક છે. સામાન્ય રીતે હાથી પોતાની ધૂનમાં મસ્ત રહે છે. પરંતુ, જ્યારે ગજરાજને ગુસ્સો આવે છે, ત્યારે તે ભારે હોબાળો મચાવે છે. તમે બધાએ સોશિયલ મીડિયા પર આ પ્રકારના ઘણા વીડિયો પણ જોયા હશે. આ વાયરલ વીડિયોમાં પણ ગજરાજનો ખતરનાક અંદાજ જોવા મળશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગુસ્સે ભરાયેલો ગજરાજ એક કારને ઊંચકી-ઊંચકીને પછાડી રહ્યો છે. કારની તેણે એવી હાલત કરી દીધી, જેને જોઈને તમારું ચક્કર આવી જશે. આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ દ્રશ્ય ખૂબ જ ખતરનાક છે. તો કેટલાકનું કહેવું છે કે હાથીએ કારને ભંગાર બનાવી દીધી. તો આ વીડિયો પર તમારો શું અભિપ્રાય છે તે ચોક્કસ જણાવો.

