VIDEO: VIRAL / લ્યો બોલો! આ ભાઈએ સાવરણીથી બનાવી રોટલી; વીડિયો જોઈને લોકો પણ ચોંકી ગયા
આજકાલ સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ધમાલ મચાવવા માંગે છે. આ માટે કેટલાક લોકો તો કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. કેટલાક લોકોને આમાં સફળતા મળી જાય છે, જ્યારે ઘણા લોકોની મજાક પણ બની જાય છે. વળી, કેટલાક લોકો એટલા અનોખા હોય છે, જેમને જોઈને દુનિયા હેરાન રહી જાય છે. આ સિવાય કેટલાક લોકો એવા પણ હોય છે, જે એકથી એક ચડિયાતા અનોખા પ્રયોગો કરીને લોકો વચ્ચે છવાયેલા રહે છે. આવી જ કડીમાં એક એવો અનોખો વીડિયો સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, આ વીડિયોમાં એક વ્યક્તિ સાવરણીથી રોટલી બનાવતો જોવા મળી રહ્યો છે. જેણે પણ આ દ્રશ્ય જોયું તે દંગ રહી ગયું.
ફૂડ વેન્ડર્સ પણ આજકાલ અજીબોગરીબ કોમ્બિનેશન બનાવતા રહે છે. જ્યારે કેટલાક લોકો વિચિત્ર વસ્તુઓનો ઉપયોગ કરીને ખાવાનું બનાવે છે. સોશિયલ મીડિયા પર પણ આ બધાનો દબદબો કાયમ રહે છે. ઘણા લોકો તો અનોખું કામ કરીને ખૂબ ફેમસ પણ થઈ ગયા છે. આ વાયરલ વીડિયોમાં પણ તમને કંઈક આવું જ અનોખું દ્રશ્ય જોવા મળશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે એક દુકાનદાર સાવરણીની મદદથી રોટલી શેકી રહ્યો છે. તે જે અંદાજમાં રોટલી બનાવી રહ્યો હતો, તે જોઈને લોકો દંગ રહી ગયા છે.

