Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Pakistan's Cleanest and Prosperous Hindu Village

પાકિસ્તાનનું સૌથી સ્વચ્છ અને સમૃદ્ધ હિન્દુ ગામ: જ્યાં દરેક ઘરના દરવાજે વિરાજમાન છે 'ॐ'

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાનનું સૌથી સ્વચ્છ અને સમૃદ્ધ હિન્દુ ગામ: જ્યાં દરેક ઘરના દરવાજે વિરાજમાન છે 'ॐ'
સોર્સ : gstv

પાકિસ્તાનના સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં મીઠી શહેર આવેલું છે. આ પાકિસ્તાનનું સૌથી મોટું શહેર કરાચીથી 280 અને લાહોરથી 879 કિમી દૂર છે. અમદાવાદથી 341 કિમી દૂર છે. મીઠી 1990માં થારપારકર જિલ્લાનો ભાગ બન્યું હતું. મીઠી પાકિસ્તાનના એ વિસ્તારમાંથી એક છે, જ્યાં મુસ્લિમ નથી. અહીં 80 ટકા હિન્દુઓ રહે છે. કહેવાય છે કે મીઠીની જમીનમાં 175 અબજ ટન કોલસો છે, જે દુનિયાનો પાંચમો સૌથી મોટો કોલસા ભંડાર છે. મીઠીમાં હિન્દુ મુસ્લિમો પરસ્પર ભાઈચારાથી રહે છે. મીઠી શહેર પાકિસ્તાનના સૌથી સ્વચ્છ શહેરોમાં સામેલ છે. આ શહેરમાં હિન્દુઓના મકાન કેવા છે, અહીં રહેતા હિન્દુઓ શું કરે છે, આવો જાણીએ...

App Store

મીઠી શહેરમાં મંદિરો છે. હિન્દુઓની દુકાનો આવેલી છે. રસ્તાઓ પહોળા અને શેરીઓ એકદમ ચોખ્ખી છે. અહીંના લોકો ઢાટી અને સિંધી ભાષા બોલે છે. સંતોષ કરિયાણા સ્ટોર અથવા નિર્મલ સ્વીટ, પવન રાજપૂત હોટલ જેવી કેટલીય દુકાનો આવેલી છે. અહીં હિન્દુઓને પોતાપણાનો અહેસાસ થાય છે. અહીં દુકાનો પર ઉર્દૂમાં નામ લખેલા છે. આ શહેરનું સૌથી મોટું મંદિર ભગવાન શ્રીકૃષ્ણ અને શિવનું મંદિર છે. મંદિર પાસે જ સોના-ચાંદીની દુકાનો આવેલી છે. અહીં શેરીમાં ગાયો રખડતી જોઈ દિલને ટાઢક થાય.

મીઠી શહેરમાં સૌથી વધારે મહેશ્વરી જાતિના લોકો રહે છે. લોહાણા, મલાની રહે છે. અહીં દુકાનોમાં નાના-મોટા મંદિરો જોવા મળે છે. મારવાડી કમ્યુનિટીના લોકો પણ અહીં ઘણા રહે છે. હિન્દુ તીજ તહેવારમાં મીઠી શહેરમાં એક અલગ જ રોનક જોવા મળે છે. કહેવાય છે કે, જ્યારે અહીં મંદિરોમાં પૂજા થાય છે તો મસ્જિદોમાં લાઉડસ્પીકરમાંથી અઝાન થતી નથી. જ્યારે અઝાનનો સમય થાય ત્યારે મંદિરમાંથી લાઉડસ્પીકરમાં પૂજા નથી કરતા.

મીઠી શહેરમાં જગદીશ કોલોની ખાસ ફેમસ છે. આ કોલોનીમાં સૌથી મોટી સંખ્યામાં અમીર હિન્દુઓ રહે છે. જગદીશ કોલોનીમાં જ ગોલ્ડન ટેમ્પલને મળતું આવતું ભગવાન ભોળાનાથનું મંદિર છે. આ મંદિરની નજીક કૃષ્ણ ભગવાનનું પણ મંદિર આવેલું છે. મીઠી શહેરમાં ઠેર ઠેર મંદિરો આવેલા છે. આ વિસ્તારમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એટલો ભાઈચારો છે કે બંને સમુદાય મળીને રોઝા રાખે છે. એટલું જ નહીં હિન્દુ લોકો મુહર્રમના ઝુલૂસોમાં પણ ભાગ લે છે.

કહેવાય છે કે, 1971માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થઈ તો ભારતીય સેના મીઠી સુધી પહોંચી ગઈ હતી. યુદ્ધની સ્થિતિ બાદ અહીંના મુસલમાનો રાતોરાત વિસ્તાર છોડીને ભાગી ગયા હતા. યુદ્ધ ખતમ થયા બાદ જ્યારે સ્થિતિ સામાન્ય થઈ તો મીઠીના હિન્દુઓએ મુસ્લિમોને પરત આવવા કહ્યું. તેમણે ફરીથી શહેર વસાવ્યું. અહીં રહેતા હિન્દુ સમુદાયના લોકો દીવાળીમાં મુસલમાનોને બોલાવે છે. હિન્દુ સમુદાય પણ ઈદ પણ મનાવે છે. હિન્દુઓના ધર્મનું સન્માન કરતા અહીંના મુસલમાનો ગાયને નથી કાપતા અને બીફ પણ નથી ખાતા.

ટોપિક્સ:GSTV NewsGujarati News