VIDEO: VIRAL / મોત બનીને આવ્યાં સમુદ્રનાં મોજા, 16 વર્ષના હીરોએ બાળકને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો
સોશિયલ મીડિયાની દુનિયામાં એકથી એક અનોખા વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકોની બોલતી બંધ થઈ જાય છે, જ્યારે કેટલાક વીડિયો પર તો લોકોને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ પડે છે. આવી જ એક ઘટના કેલિફોર્નિયાના સાંતા ક્રુઝ સ્થિત સીબ્રાઇટ બીચ પર જોવા મળી, જેણે ત્યાં હાજર લોકોના શ્વાસ થંભાવી દીધા. સમુદ્રમાં ઊઠી રહેલાં ખૂબ જ તેજ મોજાંની ચપેટમાં આવીને આશરે 10 વર્ષનો એક બાળક અચાનક તણાઈને ખતરનાક મોજાં વચ્ચે પહોંચી ગયો. જોતજોતામાં બાળક મુશ્કેલીમાં ફસાઈ ગયું અને કિનારે ઊભેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ 16 વર્ષનો 'હીરો' ત્યાં પહોંચ્યો અને બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખી દીધો.
મળતી માહિતી મુજબ, તેજ મોજાંઓએ બીચ પર હાજર લોકોને અચાનક ચોંકાવી દીધા. વાયરલ વીડિયોમાં દેખાય છે કે બાળક પોતાને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરિસ્થિતિ સતત બગડતી જોઈને ત્યાં હાજર 16 વર્ષના એક લાઈફગાર્ડે તરત જ મોરચો સંભાળ્યો. કિશોર લાઈફગાર્ડ સમય બગાડ્યા વિના સમુદ્રના તેજ મોજાં વચ્ચે પહોંચી ગયો અને બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરવા લાગ્યો. થોડી જ વારમાં એક અન્ય લાઈફગાર્ડ અને આસપાસના લોકોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી. આખરે બાળકને સુરક્ષિત રીતે કિનારે લાવવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. વીડિયો જોનારા લોકો ૧૬ વર્ષના લાઈફગાર્ડની બહાદુરી અને સૂઝબૂઝના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

