VIDEO: મહિલા પાટા પાસે પડાવી રહી હતી ફોટોગ્રાફ્સ, ટ્રેન આવી છતાંય ન ખસી, તો ડ્રાઈવરે કર્યું એવું કે...
સોશિયલ મીડિયામાં ખ્યાતિ મેળવવવા માટે લોકો જીવ જોખમમાં મુક્ત પણ અચકાતા નથી. ગમેતેવા ખતરનાક સ્ટંટ અજમા

સોશિયલ મીડિયામાં ખ્યાતિ મેળવવવા માટે લોકો જીવ જોખમમાં મુક્ત પણ અચકાતા નથી. ગમેતેવા ખતરનાક સ્ટંટ અજમાવવાથી પણ ડરતા નથી. ઈન્સ્ટાગ્રામ પેજ @uniladtechએ આવો જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક મહિલા ફોટો માટે રેલવે ટ્રેક પાસે પોઝ આપતી જોઈ શકાય છે. આ દરમિયાન તેની પાછળથી એક ટ્રેન આવે છે પરંતુ મહિલા પાટા પરથી ખસતી જ નથી. તેથી ડ્રાઈવરે કંઈક એવું કર્યું જેને જોઈને લોકો ટ્રેન ડ્રાઈવરના વખાણ કરતાં થાકતા નથી. આ વીડિયો ક્યાંનો છે તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ સ્પષ્ટ છે કે આ ઘટના વિદેશમાં બની છે.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેપ્શનમાં લખ્યું - કેટલાક લોકો તેમની આસપાસની દુનિયાથી અજાણ હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવે ટ્રેકની બાજુમાં પોઝ આપી રહેલી મહિલાને હટાવવા માટે ટ્રેન ડ્રાઈવરે તેના પગનો ઉપયોગ કર્યો હતો. તેમની શાણપણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ઉલ્લેખનીય છે કે રેલવે ટ્રેક પર દરરોજ આવી ઘટનાઓ બનતી રહે છે જેમાં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર પોતાની સુરક્ષાને દાવ પર રાખીને રીલ બનાવતા જોવા મળે છે. આવું કરવાથી તેમને નુકસાન તો થઈ શકે જ છે સાથે જ તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે.




