મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO/ ચીનમાં ધડાકાભેર ફૂટી ગટરની પાઇપલાઇન, આસપાસથી પસાર થતાં લોકો અને વાહનની હાલત જોઈ ચોંકી જશો

ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે ચીન મજબૂત માનવામાં આવે છે. ચીનના નાનિંગ શહેરમાં

VIDEO/ ચીનમાં ધડાકાભેર ફૂટી ગટરની પાઇપલાઇન, આસપાસથી પસાર થતાં લોકો અને વાહનની હાલત જોઈ ચોંકી જશો

ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે ચીન મજબૂત માનવામાં આવે છે. ચીનના નાનિંગ શહેરમાં કંઈક એવું બન્યું કે લોકોને માનવ મળથી સ્નાન કરવું પડ્યું. અહીં ગટરની પાઈપલાઈન વધુ દબાણને કારણે ફાટી ગઈ હતી. હાઈવેની વચ્ચે પાઈપ ફાટતાં ગંદકી એટલી હદે ઉછળી હતી કે તે દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. આસપાસના તમામ લોકો ગંદકીમાં તરબોળ થઈ ગયા હતા. મળમૂત્ર અને પેશાબ કાર અને અન્ય વાહનો પર ફેલાઇ ગયા હતા. 

વીડિયો શેર કરતી વખતે એક વ્યક્તિએ લખ્યું, ચારે તરફ મળ ફેલાઈ ગયો. નાનિંગમાં ગટરના પાઈપોના દબાણ પરીક્ષણ દરમિયાન આવું બન્યું હતું. આકાશમાંથી મળ કેવી રીતે પડી રહ્યો છે તે જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ આ ગટર લાઇન તાજેતરમાં જ બનાવવામાં આવી હતી. આ ઘટના 24 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. આ પાઈપ પર થોડું કામ ચાલી રહ્યું હતું.

જેમાં જણાવાયું હતું કે એન્જિનિયરો ગટરની લાઇનના દબાણનું પરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઘટના બાદ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ લખ્યું, હું સંપૂર્ણપણે મળમાં તરબોળ હતો. મારી કારની વિન્ડશિલ્ડ પીળી થઈ ગઈ. બધું બરબાદ થઈ ગયું.

આ વીડિયોને લઈને લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો ચીનમાં ભ્રષ્ટાચારની વાત પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આંધળી દોડમાં ચીન ટકાઉ કામ કરવાનું ભૂલી ગયું છે. કેટલાક લોકોએ સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ રીતે ગટર ફૂટવાથી બીમારીઓ ફેલાઈ શકે છે. ખતરનાક બેક્ટેરિયા તેમની અસર બતાવવાનું શરૂ કરશે.

આ સમાચાર શેર કરો