મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

ના હોય! યુવાન દેખાવા દીકરાનું લોહી વાપરશે આ મા, લાગે છે એકદમ બાર્બી ડોલ જેવી

એક અમેરિકન મહિલાએ યુવાન દેખાવા માટે ખતરનાક પગલું ભરવાનું નક્કી કર્યું છે. 47 વર્ષીય માતાએ પોતાની યુવાની

ના હોય! યુવાન દેખાવા દીકરાનું લોહી વાપરશે આ મા, લાગે છે એકદમ બાર્બી ડોલ જેવી

એક અમેરિકન મહિલાએ યુવાન દેખાવા માટે ખતરનાક પગલું ભરવાનું નક્કી કર્યું છે. 47 વર્ષીય માતાએ પોતાની યુવાની જાળવી રાખવા માટે 23 વર્ષીય પુત્રનું લોહી ટ્રાન્સફ્યૂઝન કરાવવા જઈ રહી છે. મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે, તેનો પુત્ર આ કામ માટે પોતાનું લોહી આપવા માટે અત્યંત ખુશ છે. લોસ એન્જલસની રહેવાસી માર્સેલા ઇગલેસિયાને 'હ્યુમન બાર્બી' તરીકે પણ ઓળખવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ મહિલાએ અત્યાર સુધી વિવિધ કોસ્મેટિક સર્જરી પાછળ જ 99,000 ડોલરથી વધુ ખર્ચ કર્યો છે. તે ડેઈલી ડાયટ પ્લાન ફોલો કરવા ઉપરાંત તે દરરોજ એક કલાક કસરત પણ કરે છે.  

આ પણ વાંચોઃ 'હું પણ મારા માટે શીશ મહેલ બનાવી શકતો હતો', PM મોદીના કેજરીવાલ પર પ્રહાર

મહિલાએ કહ્યું કે, બ્લડ ટ્રાન્સફ્યૂઝન તમારા શરીરમાં રહેલી રક્ત કોશિકાઓને તરોતાજા બનાવી રાખવામાં ખૂબજ મદદગાર બને છે. ખાસ કરીને આ લોહી જ્યારે તમારા પુત્ર કે પુત્રીનું મળે છે. યંગ ડોનરના સેલ્સ થકી ઘણાં લાભ થઈ શકે છે. 

મહિલાએ જણાવ્યું કે, તેને આ બાબતની જાણકારી એવી રીતે મળી કે જ્યારે તેણે સ્ટેમ સેલ થેરાપી અજમાવી હતી. ઇગ્લેસિયાસે આ પ્રક્રિયા બાબતે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે બ્લડ ટ્રાન્સફ્યૂઝન તમારા શરીરમાં ઓક્સિજન વહન માટે નવા રેડ બ્લડ સેલ્સ તૈયાર કરે છે.પ્લાઝ્મામાં પ્રોટીન અને ગંઠાઈ જવાના પરિબળો હોય છે જે રક્તસ્રાવ અથવા ઉપચારમાં મદદ કરવા માટે સારી છે. જો કે ઘણી વખત આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. 

અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 2019 માં બ્લડ ટ્રાન્સફ્યૂઝન દરમિયાન પ્લાઝ્મા સંક્રમણ વિરુદ્ધ ચેતવણી જારી કરી હતી કે, આ પ્રક્રિયા સાથે ઘણી જાહેર આરોગ્યની ચિંતાઓ સંકળાયેલી છે. આનાથી વૃદ્ધત્વ અને યાદશક્તિમાં ઘટાડો થવાથી લઈને પાર્કિન્સન રોગ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ, અલ્ઝાઈમર રોગ, હૃદય રોગ અથવા તણાવ જેવા ગંભીર રોગો થવાની પણ સંભાવના છે. 

આ સમાચાર શેર કરો