મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

ઓ બાપ રે! વિશ્વનો સૌથી મોંઘો 23 કરોડનો પાડો, રોજ ખાય છે કાજુ-બદામ

એક સામાન્ય ભેસની કિંમત સરેરાશ 50 હજારથી એક લાખ રૂપિયાની આસપાસ હોય છે જ્યારે પાડાની કિંમત 2 લાખથી 5

ઓ બાપ રે! વિશ્વનો સૌથી મોંઘો 23 કરોડનો પાડો, રોજ ખાય છે કાજુ-બદામ

એક સામાન્ય ભેસની કિંમત સરેરાશ 50 હજારથી એક લાખ રૂપિયાની આસપાસ હોય છે જ્યારે પાડાની કિંમત 2 લાખથી 5 લાખ સુધી હોય છે પણ અમે તમને એક એવા પાડા વિશે જણાવી રહ્યાં છીએ જેની કિંમત કરોડો રૂપિયામાં છે. રાજસ્થાનના અજમેરમાં પુષ્કરનો મેળો શરૂ થયો છે. આ મેળાનું આયોજન 9થી 15 નવેમ્બર સુધી ચાલશે. આ મેળામાં ભાગ લેવા માટે 23 કરોડ રૂપિયાની કિંમતનો એક પાડો પણ પહોંચ્યો છે. આ પાડાનું નામ 'અનમોલ' છે.

કાજુ-બદામ ખાય છે પાડો

મુર્રા નસલનો આ પાડાનું ડાયટ પણ જોરદાર છે. કહેવામાં આવે છે કે દરરોજ તેના ભોજન પર 1500 રૂપિયા ખર્ચ થાય છે. તે ફળ, કાજુ-બદામ થાય છે. પોતાની ખાસ નસલ સિવાય તેના હાઇ ક્વોલિટી સીમન માટે લોકો દૂર દૂરથી તેને જોવા માટે આવે છે અને  ઉંચા ભાવ પર અનમોલના સીમનને ખરીદીને લઇને જાય છે.

આ પણ વાંચો: લો બોલો! ઓનલાઈન ભેંસ ખરીદવી ભારે પડી, વ્યક્તિ સાથે થઈ ગયો ખેલ

પરિવારના સભ્યની જેમ સંભાળ રાખે છે માલિક

હરિયાણાના સિરસાના પશુપાલક અને 'અનમોલ' પાડાના માલિક પલવિંદર સિંહે જણાવ્યું કે તાજેતરમાં મેરઠના એક પશુ મેળામાં 'અનમોલ'ની કિંમત 23 કરોડ રૂપિયા લાગી ચુકી છે. પુષ્કરમાં પણ તેના પાડાને ખરીદવા માટે લોકો માંગ કરી ચુક્યા છે. પશુપાલકે જણાવ્યું કે તેનો પાડો મુર્રા નસલનો છે, તેની ઉંમર 8 વર્ષ છે, તે શુદ્ર નસલનો છે, માટે તેની કિંમત વધારે છે. પાડાના માલિકનું કહેવું છે કે અનમોલ તેના પરિવારની ઓળખ છે અમે તેને ક્યારેય નહીં વેચીયે.'

આ સમાચાર શેર કરો