Budget 2024 / બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે મોટી જાહેરાતો બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દેવાયું છે. સતત સાતમી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણે બ

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દેવાયું છે. સતત સાતમી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું જાણે પૂર આવ્યું હતું. આ વર્ષના બજેટમાં નાણામંત્રીએ આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાતો કરી, તો શિક્ષણ ક્ષેત્રે યુવાનો માટે લોનની જાહેરાત કરી, તેમજ મહિલાઓ માટે પણ સ્કીમની જાહેરાત કરી છે. એવામાં નાણામંત્રીના આ બજેટની રજૂઆત બાદ હવે લોકો સોશિયલ મીડિયા પર મીમ્સના માધ્યમથી તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
નાણામંત્રીની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. બજેટની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ અને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. લોકો બંને રાજ્યોને મળેલી ભેટની સરખામણી કરી રહ્યા છે અને સરકારના આ બજેટ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.






