Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Robot grooms and robot brides… married! A unique robotic wedding held in Russia

VIDEO: રોબોટ વરરાજો અને રોબોર્ટ દુલ્હન… લગ્ન થયા સંપન્ન! રશિયામાં યોજાયા અનોખા રોબોટિક વેડિંગ

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ટેકનોલોજી અને Artificial Intelligence (AI) ના આ યુગમાં રોબોટ્સ હવે માત્ર ફેક્ટરીઓ કે હોસ્પિટલો પૂરતા સીમિત નથી રહ્યા. તાજેતરમાં રશિયાના મોસ્કોમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રશિયાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એક અનોખી Robotic Wedding (રોબોટિક લગ્ન) નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વરરાજો અને કન્યા બંને રોબોટ્સ હતા! સોશિયલ મીડિયા પર આ અનોખા લગ્નનો વીડિયો ખૂબ Viral થઈ રહ્યો છે.

App Store

સૂટ-બૂટમાં વરરાજો અને વેડિંગ ગાઉનમાં દુલ્હન

આ હાઇ-ટેક લગ્નમાં વરરાજા બનેલા રોબોટનું નામ 'રોબર્ટ' (Robert) અને દુલ્હન બનેલી રોબોટનું નામ 'મટિલ્ડા' (Matilda) હતું. મોસ્કોની પ્રખ્યાત 'પુશ્કિન લાઈબ્રેરી' (Pushkin Library) માં યોજાયેલા આ લગ્નમાં મહેમાનોથી ભરેલા હોલમાં જ્યારે બંનેની એન્ટ્રી થઈ ત્યારે તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો. વરરાજા રોબર્ટે બ્લેક સૂટ-બૂટ પહેર્યા હતા, જ્યારે દુલ્હન મટિલ્ડા વ્હાઇટ વેડિંગ ગાઉનમાં સજ્જ હતી. એટલું જ નહીં, દુલ્હન બનેલા રોબોટે સ્ટેજ પર અનોખા ઠુમકા લગાવીને લગ્નનો માહોલ જમાવી દીધો હતો.

રોબોટિક ડોગ લાવ્યો વેડિંગ બ્રેસલેટ

આ લગ્નને સંપૂર્ણપણે પરંપરાગત અંદાજમાં પૂર્ણ કરવામાં આવ્યા હતા. બંને રોબોટ્સે એકબીજાની સામે Pre-programmed લગ્નના વચનો (Wedding vows) લીધા હતા. આ અનોખા લગ્નનું મુખ્ય આકર્ષણ એક રોબોટિક કૂતરો હતો, જેનું નામ 'ડોગમેટિક' (Dogmatic) રાખવામાં આવ્યું હતું. આ રોબોટિક ડોગ લગ્નના બ્રેસલેટ લઈને સ્ટેજ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ રોબર્ટ અને મટિલ્ડાએ પોતાના સ્પેશિયલ મુવમેન્ટ્સ સાથે એકબીજાને બ્રેસલેટ પહેરાવ્યા અને હોસ્ટે તેમને "રોબોટ પતિ-પત્ની" જાહેર કર્યા.

પરંપરાગત દિવસની પસંદગી

આ હાઇ-ટેક લગ્ન માટે જે દિવસ પસંદ કરવામાં આવ્યો હતો તે રશિયાની ખૂબ જ જૂની સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલો છે. રશિયામાં દર વર્ષે 8 જુલાઈએ ઉજવાતા 'Day of Family, Love and Fidelity' (પરિવાર, પ્રેમ અને વફાદારીનો દિવસ) દરમિયાન આ લગ્ન યોજાયા હતા. આ દિવસ સેન્ટ પીટર અને મુરોમની ફેવરોનિયાની યાદમાં ઉજવવામાં આવે છે, જેમને રશિયન સંસ્કૃતિમાં વફાદાર લગ્ન જીવનનું પ્રતીક માનવામાં આવે છે.

શું રોબોટ્સ ખરેખર પ્રેમ અનુભવી શકે છે?

આ વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભવિષ્યમાં રોબોટ્સ પણ માણસોની જેમ લાગણીઓ (Emotions) અનુભવી શકશે? જોકે, આ રોબોટ્સ બનાવનાર Developers અને આયોજકોએ સ્પષ્ટતા કરી છે કે, આ માત્ર એક Scripted Show હતો.

તેનો હેતુ રોબોટ્સમાં લાગણીઓ દર્શાવવાનો નહોતો, પરંતુ એ સાબિત કરવાનો હતો કે આજના ઘરેલું રોબોટ્સ (Domestic Robots) કેટલા Advance થઈ ગયા છે. તેઓ કોઈપણ માનવ મદદ વિના એકબીજા સાથે વાતચીત કરવા, અવાજ ઓળખવા (Voice Recognition) અને જટિલ મૂવમેન્ટ્સ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે.