VIDEO: જયપુરમાં રોબોટિક રિસર્ચ સેન્ટર શરૂ
સોર્સ : GSTV
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ટેક્નોલોજીના ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો હતો . રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જવાહર સિંહ બેઢમે જયપુરમાં આધુનિક રોબોટિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું . આ કેન્દ્ર યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે.ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં જવાહર સિંહ બેઢમે જણાવ્યું હતું કે, આ સંશોધન કેન્દ્ર રાજ્યના ડિજિટલ વિકાસ અને તકનીકી ક્રાંતિમાં માઇલસ્ટોન સાબિત થશે. તેનાથી સ્થાનિક સ્તરે ઇનોવેશનને વેગ મળશે અને યુવાનો માટે તકનીકી ક્ષેત્રે રોજગારી તેમજ સ્ટાર્ટઅપની નવી તકો ઊભી થશે.

