Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Growing demand for 'Labubu Doll', two youths steal several Labubu Dol worth Rs lakhs

'Labubu Doll' ની વધતી માંગ, બે યુવકોએ ચોરી કરી લાખો રૂપિયાની અનેક લાબુબુ ડોલ, જાણો સમગ્ર ઘટના

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2025
લાઇવ ટીવીGoogle News
'Labubu Doll' ની વધતી માંગ, બે યુવકોએ ચોરી કરી લાખો રૂપિયાની અનેક લાબુબુ ડોલ, જાણો સમગ્ર ઘટના
સોર્સ : GSTV

લાબુબુ (Labubu) ડોલ સાથે જોડાયેલી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેમાં ચોરોએ લાબુબુ  ડોલના ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. ચોરોએ 25 લાખ રૂપિયાની લાબુબુ  ડોલની ચોરી કરી લીધી. આ વાત જ્યારે લોકો સમક્ષ આવી તો દરેક આશ્ચર્યચકિત થઈ ગયા.

App Store

લાબુબુ (Labubu) ભલે એક નાનું રમકડું હોય, પરંતુ તેનો ક્રેઝ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. જો તમે સોશિયલ મીડિયા પર નજર ફેરવશો તો તમને સમજાશે કે દરેક અભિનેતા-અભિનેત્રી તેનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને ચોરોએ પણ આ બધું જોઈને કમાણી માટે તક પકડી લીધી છે અને હવે તેઓએ તેની ચોરી શરૂ કરી દીધી છે. તેનું તાજેતરનું ઉદાહરણ દક્ષિણ કેલિફોર્નિયાના ચીનો શહેરમાંથી સામે આવ્યું છે. અહીં એક ગોડાઉનમાંથી લગભગ 25 લાખ રૂપિયા (30,000 ડોલર)ની કિંમતની લાબુબુ  ડોલની ચોરીનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.

ચીનો શહેરના પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ તીક્ષ્ણ દાંતવાળી  અનેક ડોલ એક વેરહાઉસમાંથી અલગ-અલગ દિવસોમાં ઘણી વખત ચોરાઈ હતી. ચોરો વારંવાર પાછા ફરીને માલ ઉઠાવતા રહ્યા. તપાસ દરમિયાન પોલીસને અપલેન્ડ ખાતેના એક ઘરમાંથી ચૌદ બોક્સ લાબુબુ ડોલ મળી આવી. ત્યાં એવા પુરાવા પણ મળ્યા જે દર્શાવે છે કે ચોરાયેલી ડોલ દેશભરમાં ફરીથી વેચવા અને મોકલવાની તૈયારી ચાલી રહી હતી. ચીનો પોલીસે આ મામલે બે નાની ઉંમરના યુવકોને પકડ્યા છે, જેઓ ગોડાઉનમાં કર્મચારી હતા.

આ ચોરી કેવી રીતે થઈ?

આ બંનેને પકડવા માટે પોલીસે જ્યારે શિકંજો કસ્યો તો તેમાંથી એકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સ્થળ પર જ પકડાઈ ગયો અને તેણે ત્યાં આત્મસમર્પણ કર્યું. બીજો યુવક મંગળવારે નજીકના શહેરમાંથી ઝડપાયો. બંનેને ચોરી અને ષડયંત્રના આરોપમાં સેન બર્નાર્ડિનો કાઉન્ટી જુવેનાઈલ હોલમાં રાખવામાં આવ્યા છે. હાલમાં બરામદ કરાયેલી તમામ ડોલ તેમના માલિકોને પરત કરવામાં આવી છે.

ચીનો પોલીસે તેમની પોસ્ટમાં લખ્યું કે અમારી ટીમે શાનદાર કામ કર્યું અને ચોરાયેલો માલ પરત કરાવ્યો. આ સમાચારે વિશ્વભરમાં લાબુબુ  ડોલની વધતી માંગ અને તેના દિવાનાપણાને ફરીથી હેડલાઈન્સમાં લાવી દીધી છે. દુકાનની માલિક જોના અવેન્ડેનોએ જણાવ્યું કે ચોરી થવાની થોડી વાર પહેલાં જ તેમને બેચેની થઈ રહી હતી. તેમણે મોબાઈલથી કેમેરાનું લાઈવ ફૂટેજ જોયું અને આશ્ચર્યચકિત થઈ ગયા.