મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

બુર્જ ખલીફાની ટોચ પર પહોંચ્યો ડોલી ચાયવાલા, VIDEO જોઈ લોકોએ કહ્યું- ‘બધાને ચા પીવડાવીને…’

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને ચા પીરસીને ચર્ચામાં આવેલા ડોલી ચાયવાલાએ હવે વધુ એક કારનામુ

બુર્જ ખલીફાની ટોચ પર પહોંચ્યો ડોલી ચાયવાલા, VIDEO જોઈ લોકોએ કહ્યું- ‘બધાને ચા પીવડાવીને…’

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને ચા પીરસીને ચર્ચામાં આવેલા ડોલી ચાયવાલાએ હવે વધુ એક કારનામું કર્યું છે. સતત વાયરલ થઈ રહેલો ડોલી ચાયવાલા નાગપુરનો રહેવાસી છે અને તાજેતરમાં જ બિલ ગેટ્સ સહિત અનેક સેલિબ્રિટીઝ સાથે તેની તસવીરો પણ વાયરલ થઈ છે. હવે ડોલી ચાયવાલાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દુબઈમાં બુર્જ ખલીફાની ટોચ પર કોફી પીતો વીડિયો શેર કર્યો છે.

ડોલી ચાયવાલાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેણે બુર્જ ખલીફાની ટોચ પર કોફી પીધી અને તેનો વીડિયો શેર કર્યો. આ દરમિયાન તેની સાથે કેટલાક બાઉન્સર પણ હતા જેઓ ડોલીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ડોલી બુર્જ ખલીફાના 148મા માળે જાય છે અને ત્યાં કેટલાક લોકો સાથે કોફી પીવે છે. આ સિવાય વીડિયોને વધુ ખાસ બનાવવા માટે બેકગ્રાઉન્ડમાં KGF ગીત મુક્યું છે.

લોકોએ આવી પ્રતિક્રિયા આપી

આ વીડિયો ડોલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ dolly_ki_tapri_nagpur પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 1.3 કરોડથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. આ વીડિયોને 10 લાખથી વધુ લાઈક પણ મળી છે. યુઝર્સ આના પર કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “બધાને ચા પીવડાવીને તે પોતે કોફી પી રહ્યો છે.” અન્ય યુઝરે લખ્યું, “પૈસા હોય તો શું ન કરી શકાય?” તો બીજા યુઝરે લખ્યું, “તે બુર્જ ખલીફાના ટોપ પર ચાની ટપરી શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યો છે.”

આ સમાચાર શેર કરો