મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

છેલ્લા 20 વર્ષથી આવતી હતી સતત છીંકો, કારણ જાણીને હેરાન રહી જશો 

જો કોઈ વ્યક્તિને ઝાઝા લોકોની વચ્ચે સતત છીંકો આવતી હોય તો તેને થોડી અસ્વસ્થતા લાગે છે. છીંક આવે તો આપણઓ શ્વસન માર્ગ સાફ

છેલ્લા 20 વર્ષથી આવતી હતી સતત છીંકો, કારણ જાણીને હેરાન રહી જશો 

જો કોઈ વ્યક્તિને ઝાઝા લોકોની વચ્ચે સતત છીંકો આવતી હોય તો તેને થોડી અસ્વસ્થતા લાગે છે. છીંક આવે તો આપણઓ શ્વસન માર્ગ સાફ થવામાં મદદ મળી શકે છે. પરંતુ વધારે પડતી છીંક આવે તો મુશ્કેલીનું કારણ બની જાય છે. ચીનમાં શિયાઓમા નામના 23 વર્ષના યુવક સાથે આવું જ થયું.એક  અહેવાલ મુજબ, શિયાઓમા છેલ્લા ઘણા સમયથી શરદી અને વધુ પડતી છીંકથી પીડાતો હતો. એમાંય છેલ્લા એક મહિનામાં તેની મુશ્કેલીમાં વધારો થયો હતો.

એલર્જિક રાઇનાઇટિસ નામની બીમારીથી પીડિત

શિયાઓમાએ પહેલા પરંપરાગત દેશી પદ્ધતિઓથી સારવારનો પ્રયાસ કર્યો પરંતુ જે જુગાડ કામ ના લાગ્યો તો તે ગાઓક્સિન હોસ્પિટલમાં પહોંચી ગયો. ડોક્ટરોએ તેના મેડિકલ ટેસ્ટ કર્યા. મેડિકલ રિપોર્ટ અનુસાર તે એલર્જિક રાઇનાઇટિસ નામની બીમારીથી પીડિત હતો. આ સિવાય તેના નાકમાં કોઈ ગઠ્ઠાની હાજરી પણ જોવા મળી હતી.

 2 સેમી.નો પાસો હતો

હોસ્પિટલના ઓટોલેરીંગોલોજિસ્ટ યાંગ રોંગે નાકની એન્ડોસ્કોપી કરી અને દર્દીના નાકમાંથી ગઠ્ઠો દૂર કર્યો. ડોક્ટરો પણ આ ગાંઠ જોઈને ચકિત થયા. જ્યારે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તો ખ્યાલ આવ્યો કે તે 2 સેમી.નો પાંસો હતો. તે લાંબા સમય સુધી તેના નાકમાં ફસાઈ જવાને કારણે તેને આંશિક નુકસાન થયું હતું. યાંગ રોંગે કહ્યું કે તે અનુનાસિક પેસેજના નીચેના ભાગમાં અટવાઈ જવાને કારણે તેના મ્યુકોસાને નુકસાન થયું હોઈ શકે છે.

ડૉક્ટરે કહ્યું કે બાળકો નાના હોય ત્યારે માતા-પિતાએ નાની-નાની બાબતો પર ધ્યાન આપવું જોઈએ. આવા પદાર્થો સરળતાથી નાકના અંદરના ભાગમાં પ્રવેશી શકે છે અને વ્યક્તિના જીવન માટે જોખમ ઊભું કરી શકે છે.

આ સમાચાર શેર કરો