Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Buffalo dies after being bitten by a rabid dog, 200 people at risk of rabies after eating raita for their Tuesday meal?

હડકાયું કૂતરુ કરડવાથી ભેંસનું મોત, તેરમાના ભોજનમાં રાયતું ખાનારા 200 લોકોને રેબીઝનું જોખમ?

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
હડકાયું કૂતરુ કરડવાથી ભેંસનું મોત, તેરમાના ભોજનમાં રાયતું ખાનારા 200 લોકોને રેબીઝનું જોખમ?
સોર્સ : GSTV

બદાયુંના પિપરૌલ ગામમાં ભેંસના મોત બાદ ફફડાટ વ્યાપી ગયો છે. તેરમાની વિધિની મિજબાનીમાં રાયતું ખાનારા અંદાજે 200 ગ્રામજનોએ રેબીઝની આશંકાને પગલે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચીને સાવચેતીના ભાગરૂપે રસી મુકાવી હતી. આરોગ્ય વિભાગે હાલ સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું છે.

App Store

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના ઉઝહાની પોલીસ સ્ટેશન વિસ્તારના પિપરૌલ ગામમાં એક ભેંસના મોત બાદ ભયનો માહોલ સર્જાયો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ કે એક ઘરમાં તેરમાની મિજબાનીમાં રાયતું ખાનારા આશરે 200 ગ્રામજનોએ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઉઝહાની પહોંચીને સાવચેતીના ભાગરૂપે એન્ટી-રેબીઝની રસી મુકાવી હતી.

ભોજનમાં ખાધેલું રાયતું મુસીબત બન્યું

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, 23 ડિસેમ્બર 2025ના રોજ ગામમાં તેરમાની વિધિ હતી, જેમાં આખા ગામ માટે જમણવાર રાખવામાં આવ્યો હતો. આ મિજબાનીમાં રાયતું પણ પીરસવામાં આવ્યું હતું, જે મોટી સંખ્યામાં લોકોએ ખાધું હતું. ત્યારબાદ જાણકારી મળી કે જે ભેંસના દૂધમાંથી રાયતું તૈયાર કરવામાં આવ્યું હતું, તેને થોડા દિવસો પહેલા એક કૂતરું કરડ્યું હતું. 26 ડિસેમ્બરે તે ભેંસનું મોત પણ થઈ ગયું.

આ ઘટના બાદ ગામમાં સંક્રમણની આશંકાને લઈને અફરાતફરી મચી ગઈ હતી. ડરના માહોલ વચ્ચે શનિવારે પુરુષોની સાથે સાથે મહિલાઓ અને યુવાનો પણ મોટી સંખ્યામાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા અને રસીકરણ કરાવ્યું હતું.

ભેંસને કૂતરાએ કરડ્યું હતું, તે પાગલ થઈને મરી ગઈ

ગ્રામજનોએ કેમેરા સામે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રામીણ જશોદાએ જણાવ્યું કે- "ગામમાં તેરમું હતું, જેમાં આખા ગામનો જમણવાર હતો. જમવામાં રાયતું પણ બન્યું હતું અને બધાએ તે ખાધું હતું. હવે ભેંસ મરી ગઈ છે. ભેંસને કૂતરું કરડ્યું હતું અને તે પાગલ થઈને મરી છે. આ જ કારણે આજે ગામના તમામ લોકો ઇન્જેક્શન મુકાવવા આવ્યા છે."

લોકોએ રસીકરણ કરાવ્યું

અન્ય એક ગ્રામીણ કૌશલ કુમારે જણાવ્યું કે એક ભેંસને હડકાયું કૂતરું કરડ્યું હતું. તેના દૂધમાંથી રાયતું બન્યું, જે અમે તેરમામાં ખાધું હતું. હવે અમને ડર છે કે ક્યાંક અમને પણ કોઈ તકલીફ ન થઈ જાય, તેથી અમે બધા રેબીઝનું ઇન્જેક્શન મુકાવવા આવ્યા છીએ. ઘટનાસ્થળે પહોંચેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગ્રામજનોને સમજાવ્યા હતા અને જરૂરી રસીકરણ કર્યું હતું.

'નિવારણ એ ઇલાજ કરતા બહેતર છે'

મુખ્ય તબીબી અધિકારી (CMO) ડો. રામેશ્વર મિશ્રાએ જણાવ્યું હતું કે, "અમને માહિતી મળી હતી કે એક ગામમાં ભેંસને હડકાયું કૂતરું કરડ્યું છે અને ભેંસ રેબીઝના લક્ષણોને કારણે મરી ગઈ છે. ગામના લોકોએ તે ભેંસના દૂધનું રાયતું ખાધું હતું. સાવચેતીના ભાગરૂપે તમામને રેબીઝની રસી લેવાની સલાહ આપવામાં આવી છે. પ્રિવેન્શન (નિવારણ) એ ઇલાજ કરતા વધુ સારું છે. જે લોકોને કોઈ પણ પ્રકારની શંકા હતી, તે તમામને એન્ટી-રેબીઝ વેક્સિન લગાવી દેવામાં આવી છે. સામાન્ય રીતે દૂધ ઉકાળ્યા પછી રેબીઝનું જોખમ રહેતું નથી, પરંતુ જો ભૂલેચૂકે કોઈ જોખમ હોય, તો સાવચેતીના ભાગરૂપે રસી મુકાવવામાં કશું ખોટું નથી. શંકામાં રહેવું યોગ્ય નથી."

આરોગ્ય વિભાગનું કહેવું છે કે હાલ ગામમાં કોઈ પણ પ્રકારની બીમારી ફેલાઈ નથી અને સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. સાવચેતીના ભાગરૂપે ગામ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવા કે ડરની સ્થિતિ પેદા ન થાય.