Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Amazing sight in Assam's forest; rare white hog deer spotted in Kaziranga

VIRAL VIDEO: આસામના જંગલમાં અદભુત નજારો; કાઝીરંગામાં દેખાયું સફેદ હોગ હરણ

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આસામના જંગલોમાંથી એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. સામાન્ય રીતે કથ્થઈ રંગમાં જોવા મળતું હોગ ડીયર આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં દૂધ જેવા સફેદ રંગમાં ફરતું જોવા મળ્યું. આ અત્યંત દુર્લભ નજારાનો વીડિયો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાના X એકાઉન્ટ પર શેર કર્યો છે.

App Store

આ વીડિયો શેર કરતી વખતે મુખ્યમંત્રી સરમા પણ પોતાની ઉત્સુકતા રોકી શક્યા નહીં. તેમણે લખ્યું, "રોજ-રોજ આવું દુર્લભ હરણ જોવા મળતું નથી. કાઝીરંગામાં આ એલ્બિનો હોગ હરણનું દેખાવું એ આપણી વન્યજીવોની સમૃદ્ધિનું પ્રતીક છે. આ દર્શાવે છે કે આસામના જંગલો દુર્લભમાં દુર્લભ પ્રજાતિઓ માટે કેટલા સુરક્ષિત છે અને વન્યજીવ સંરક્ષણ પ્રત્યે અમારો સંકલ્પ કેટલો મજબૂત છે."

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાઝીરંગાના લીલાછમ ઘાસના મેદાનો વચ્ચે એક સફેદ રંગનું હરણ દૂરથી જ ચમકી રહ્યું છે. આ કોઈ નવી પ્રજાતિ નથી, પરંતુ તે સામાન્ય હોગ હરણ જ છે. સ્વાભાવિક છે કે, હવે તમે વિચારી રહ્યા હશો કે તો પછી આ સફેદ કેમ છે?

વાસ્તવમાં, આ એક અસામાન્ય રેયર જેનેટિક કન્ડિશન છે, જેને એલ્બિનિઝમ (Albinism) કહેવામાં આવે છે. આમાં શરીરમાં રંગ નક્કી કરતું પિગમેન્ટ એટલે કે મેલાનિન નથી બનતું, જેના કારણે ત્વચા અને વાળ સંપૂર્ણપણે સફેદ કે આછા થઈ જાય છે. લીલા મેદાનમાં આ સફેદ હરણનું ફરવું કોઈ જાદુઈ દ્રશ્ય જેવું લાગી રહ્યું છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને કાઝીરંગાની જૈવવિવિધતા (બાયોડાયવર્સિટી)ના વખાણ કરી રહ્યા છે.