મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આ મામલે પીયુસ ચાવલાને પાછળ છોડ્યો

IPL 2024ની ક્વોલિફાયર-2 શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈના એમ. ચિદ

IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આ મામલે પીયુસ ચાવલાને પાછળ છોડ્યો

IPL 2024ની ક્વોલિફાયર-2 શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી અને હૈદરાબાદની ટીમને 20 ઓવરમાં 9 વિકેટે 175 રન પર રોકી દીધી હતી. મેચ દરમિયાન રાજસ્થાનના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર ચહલના નામે સૌથી ખરાબ રેકોર્ડ નોંધાયો છે.

ચહલના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ

ચહલે હૈદરાબાદ સામેની મેચમાં ચાર ઓવરમાં 34 રન આપ્યા હતા અને તેને કોઈ સફળતા મળી ન હતી. તે ઈનિંગની 15મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. હેનરિક ક્લાસને તેના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આ છગ્ગો લાગતાની સાથે જ ચહલના નામે શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો.

ચહલ હવે IPLમાં સૌથી વધુ છગ્ગા ખાનારો સ્પિનર ​​બની ગયો છે. તેણે IPLમાં અત્યાર સુધીમાં 224 છગ્ગા ખાધાં છે. આ સાથે તેણે પીયુસ ચાવલાને પાછળ છોડી દીધો છે. પીયુસ ચાવલાએ IPLમાં 222 છગ્ગા ખાધાં છે. આ ઉપરાંત, ચહલ એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલરોની યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયો છે.

IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ચહલના નામે છે. તેણે અત્યાર સુધી 160 મેચમાં 205 વિકેટ લીધી છે. તે IPLમાં 200 વિકેટનો આંકડો હાંસલ કરનાર પ્રથમ બોલર પણ છે.

આ સમાચાર શેર કરો