Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : WPL 2026 opening ceremony time venue and live streaming details

આજથી શરૂ થઈ રહ્યો છે WPL 2026નો રોમાંચ, જાણો ક્યાં અને કેટલા વાગ્યે યોજાશે ઓપનિંગ સેરેમની

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વિમેન્સ ક્રિકેટ માટેના સૌથી મોટા પ્લેટફોર્મમાંથી એક એવા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝન શાનદાર અંદાજમાં શરૂ થવાની તૈયારીમાં છે. 9 જાન્યુઆરીએ એક ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે, જેમાં ક્રિકેટ અને બોલીવૂડ બંનેનો સ્પર્શ પણ જોવા મળશે. આ સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે.

App Store

WPL 2026ની ઓપનિંગ સેરેમની ક્યારે અને ક્યાં યોજાશે?

WPL 2026ની ઓપનિંગ સેરેમની શુક્રવાર, 9 જાન્યુઆરીએ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે યોજાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ઓપનિંગ સેરેમની તેના લગભગ એક કલાક પહેલા સાંજે 6:30 વાગ્યે શરૂ થવાની અપેક્ષા છે.

ભારતના ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ શાનદાર ઈવેન્ટ અને મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ અને અન્ય ડિવાઈસ પર JioHotstar એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ હશે.

આ બોલિવૂડ સ્ટાર્સ ઉપસ્થિત રહેશે

BCCIએ આ વખતે ઓપનિંગ સેરેમનીને ખાસ બનાવવા માટે મોટા સ્ટાર્સને આમંત્રણ આપ્યું છે. ફેમસ સિંગર યો યો હની સિંહ પોતાના લોકપ્રિય ગીતો સાથે સ્ટેજ પર માહોલ જમાવશે. બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પણ પરફોર્મ કરશે. એવું જાણવા મળ્યું છે કે જેકલીનનું ડાન્સ પરફોર્મન્સ ખેલાડીઓના આત્મવિશ્વાસ અને ભાવનાને સમર્પિત હશે. મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુ પણ સેરેમનીમાં ભાગ લેશે, જે ઈવેન્ટના ગ્લેમરમાં વધારો કરશે.

ટુર્નામેન્ટનું ફોર્મેટ

WPL 2026માં કુલ પાંચ ટીમો ભાગ લઈ રહી છે, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ. આ વર્ષે ટુર્નામેન્ટમાં કુલ 22 મેચ રમાશે.

આ સિઝનની તમામ મેચો બે શહેરોમાં યોજાશે. પ્રારંભિક મેચો નવી મુંબઈમાં રમાશે, જ્યારે મુખ્ય લીગ મેચો, પ્લેઓફ અને ફાઈનલ વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં યોજાશે. WPL 2026ની ફાઈનલ 5 ફેબ્રુઆરીએ રમાશે.

વધતું કદ, વધતો ઉત્સાહ

દરેક સિઝન સાથે WPLની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. નવા કેપ્ટન, આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓ અને યુવા ભારતીય પ્રતિભા સાથે આ વખતે પણ ટુર્નામેન્ટ રોમાંચક બનવાની અપેક્ષા છે.