મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

એડિલેડમાં પણ યશસ્વી-રાહુલ કરશે ઓપનિંગ? પિંક બોલ ટેસ્ટમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચ ડે-નાઈટ છે, એટલે

એડિલેડમાં પણ યશસ્વી-રાહુલ કરશે ઓપનિંગ? પિંક બોલ ટેસ્ટમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચ ડે-નાઈટ છે, એટલે તે પિંકબોલથી રમાશે. આ મેચ માટે બંને ટીમ એડિલેડ પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ આ ટેસ્ટ સાથે ટીમમાં વાપસી કરી રહ્યો છે. જોકે એવું માનવામાં આવે છે કે રોહિત ઈનિંગની શરૂઆત નહીં કરે.

આ પણ વાંચો: IND vs AUS / એડિલેડ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ પાસે જો રૂટને પાછળ છોડવાની તક, બસ કરવું પડશે આ એક કામ

એડિલેડમાં ટીમ ઈન્ડિયાની PM XI સામેની વાર્મઅપ મેચ પર નજર કરીએ તો લગભગ સ્પષ્ટ છે કે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ બીજી ટેસ્ટમાં પણ ઓપનિંગ કરશે. આ બંને બેટ્સમેનોએ પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતની જીતનો પાયો નાખ્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત મિડલ ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે.

રોહિત શર્મા પાંચમા નંબર પર રમશે?

શુભમન ગિલ હવે ફિટ છે. તે PM XI સામેની મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આવી સ્થિતિમાં તે એડિલેડમાં રમશે તે નિશ્ચિત છે. પર્થનો 'શતકવીર' વિરાટ કોહલી ચોથા નંબર પર રમશે તે પણ નિશ્ચિત છે. આ પછી કેપ્ટન રોહિત શર્મા જોવા મળી શકે છે. એટલે કે હિટમેન એડિલેડમાં પાંચમા નંબર પર રમતા જોવા મળી શકે છે.

આ પછી વિકેટકીપર રિષભ પંતનું મેદાનમાં ઉતરશે. પંત પર્થમાં કઈ ખાસ નથી કરી શક્યો. પરંતુ તે ચોક્કસપણે એડિલેડમાં તેની પ્રતિભા બતાવવાનું પસંદ કરશે. ત્યારબાદ વોશિંગ્ટન સુંદર રમે તેવી શક્યતા છે. આ પછી નીતિશ કુમાર રેડ્ડીનું પણ આઠમા નંબર પર રમવું નિશ્ચિત છે. આ પછી ત્રણ ફાસ્ટ બોલરો છે. જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણાની ત્રિપુટી એક્શનમાં જોવા મળશે.

બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણા.

આ સમાચાર શેર કરો