મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શું ટીમો 4થી વધુ ખેલાડીઓને રિટેન કરી શકશે? મેગા ઓક્શન પહેલા જાણો ક્યારે જાહેર થશે નિયમો

IPL 2025 પહેલા એક મેગા ઓક્શન થશે. આ વખતનું મે

શું ટીમો 4થી વધુ ખેલાડીઓને રિટેન કરી શકશે? મેગા ઓક્શન પહેલા જાણો ક્યારે જાહેર થશે નિયમો

IPL 2025 પહેલા એક મેગા ઓક્શન થશે. આ વખતનું મેગા ઓક્શન તદ્દન અલગ હોઈ શકે છે, કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે. ઓક્શન પહેલા કેટલા ખેલાડીઓને રિટેન કરવાના છે તે અંગેના નિયમોમાં મોટો ફેરફાર થઈ શકે છે, જેના કારણે ટીમો 4થી વધુ ખેલાડીઓને રિટેન કરી શકશે. હવે આ નિયમની જાહેરાતની તારીખ સામે આવી છે. પહેલા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, 31 ઓગસ્ટના રોજ રિટેન્શન નિયમો પર ચિત્ર સાફ થઈ જશે, પરંતુ હવે તેની તારીખ આગળ વધતી દેખાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર હવે નિયમોની જાહેરાત સપ્ટેમ્બરની શરૂઆતમાં થઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન સામે આવી નથી.

પહેલા ચાર ખેલાડીઓને રિટેન કરવાની હતી પરમિશન

2022 IPL પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં ટીમોને 4 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, બીસીસીઆઈ આ વખતે નિયમોમાં શું ફેરફાર કરે છે અને કેટલા ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપે છે.

આ સ્ટાર ખેલાડીઓના રિલીઝ થવાના છે સમાચાર

મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને લઈને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેને રિલીઝ કરવામાં આવી શકે છે. રોહિત શર્માના મુંબઈથી રિલીઝ થઈને પંજાબ કિંગ્સ સાથે જોડાવાના સમાચાર તેજ છે. જોકે, આ ફેરફાર અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન બહાર આવી નથી. હવે મેગા ઓક્શન પહેલા શું બદલાવ થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

આ સિવાય કેએલ રાહુલ વિશે પણ સમાચાર ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2024 IPLમાં લખનૌની કમાન સંભાળનાર રાહુલને પણ રિલીઝ કરવામાં આવી શકે છે. આ સિવાય રાહુલના જૂની ફ્રેન્ચાઈઝી RCB સાથે જોડાવાના સમાચાર પણ હતા. જોકે, રાહુલને લઈને પણ કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન સામે આવી નથી.

આ સમાચાર શેર કરો