શું વિનેશ ફોગાટને PM મોદી કૉલ કરશે? ઓલમ્પિકમાં મેડલ પાક્કો થયા બાદ કોને પૂછ્યો સવાલ
પેરિસ ઓલમ્પિક 2024માં વિનેશ ફોગાટે 50 કિગ્રા કુશ્તીની સેમી ફાઇનલ મેચમાં ક્યૂબાની યુસનેલિસ ગુજમૈન લો

પેરિસ ઓલમ્પિક 2024માં વિનેશ ફોગાટે 50 કિગ્રા કુશ્તીની સેમી ફાઇનલ મેચમાં ક્યૂબાની યુસનેલિસ ગુજમૈન લોપેજને 5-0થી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ ભારતનો એક મેડલ પાક્કો થઇ ગયો છે. વિનેશ ફોગાટ ઓલમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન છે.
આ વચ્ચે કોંગ્રેસના નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. જયરામ રમેશે કહ્યું કે વિનેશ ફોગાટનો પેરિસ ઓલમ્પિકમાં સિલ્વર કે ગોલ્ડ મેડલ પાક્કો છે. શું નૉન-બાયોલોજિકલ વડાપ્રધાન તેમને કૉલ કરશે?
કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન મોદી પર સાધ્યુ નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, "વિનેશ ફોગાટનું પેરિસ ઓલમ્પિકમાં સિલ્વર કે ગોલ્ડ મેડલ પાક્કો છે. શું નૉન-બાયોલોજિકલ વડાપ્રધાન તેમને કૉલ કરશે? નિશ્ચિત રીતે તેમને શુભેચ્છા આપવા માટે પરંતુ તેનાથી પણ મહત્ત્વપૂર્ણ આ છે કે તે શરમજનક ઘટના માટે માફી માંગવા માટે જ્યારે મહિલા પહેલવાનોના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો?'
મહત્ત્વપૂર્ણ છે કે સીનિયર કોંગ્રેસ નેતા પોતાના આ ટ્વીટમાં તત્કાલીન ભારતીય પહેલવાન મહાસંઘ (WFI)ના પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ દેશના પહેલવાનો દ્વારા 2023માં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરી રહ્યાં હતા. મહિલા પહેલવાનોએ ભારતીય પહેલવાન મહાસંઘ (WFI)ના પ્રમુખ બ્રૃજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણો આરોપ લગાવ્યો હતો.
પેરિસ ઓલમ્પિક 2024માં બ્રૉન્ઝ મેડલ જીતનાર સ્ટાર શૂટર મનુ ભાકર તેમજ સરબજોત સિંઘને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો હતો અને તેમને શુભેચ્છા પાઠવી હતી.








