Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Who is India's next match against after Australia tour

Team India / ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થયો, હવે કોની સામે રમશે ભારતીય ટીમ? અહીં જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Team India / ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થયો, હવે કોની સામે રમશે ભારતીય ટીમ? અહીં જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20I સિરીઝ 2-1થી જીત્યા બાદ, ભારતીય ટીમ ટૂંક સમયમાં તેના આગામી મિશન પર આગળ વધશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી T20I મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે ભારતે સિરીઝ પોતાના નામે કરી હતી.

App Store

ભારતીય ટીમે હવે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ, ODI અને T20 સિરીઝ રમવાની છે, જેના માટે સાઉથ આફ્રિકાની ટીમ ભારતની મુલાકાત લેશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સૌથી પહેલા ટેસ્ટ સિરીઝ શરૂ રમાશે, જેની પ્રથમ મેચ 14થી 18 નવેમ્બર દરમિયાન કોલકાતામાં રમાશે. તો, ચાલો જાણીએ સૌત્જ આફ્રિકા સામે ભારતના મેચ ક્યારે રમાશે.

ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ

  • પ્રથમ ટેસ્ટ - 14થી 18 નવેમ્બર - કોલકાતા
  • બીજી ટેસ્ટ - 22થી 26 નવેમ્બર - ગુવાહાટી

ODI સિરીઝનું શેડ્યૂલ

  • પ્રથમ ODI - 30 નવેમ્બર, રાંચી
  • બીજી ODI - 3 ડિસેમ્બર, રાયપુર
  • ત્રીજી ODI - 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ

T20I સિરીઝનું શેડ્યૂલ

  • પ્રથમ T20I - 9 ડિસેમ્બર, કટક
  • બીજી T20I - 11 ડિસેમ્બર, નવી ચંદીગઢ
  • ત્રીજી T20I - 14 ડિસેમ્બર, ધર્મશાલા
  • ચોથી T20I - 17 ડિસેમ્બર, લખનૌ
  • પાંચમી T20I - 19 ડિસેમ્બર, અમદાવાદ

ટેસ્ટ સિરીઝ ક્યાં લાઈવ જોઈ શકાશે?

ફેન્સ Jio Hotstar એપ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝની મેચ લાઈવ જોઈ શકે છે.

ભારતની ટેસ્ટ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.