મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાને લઈને આવનાર ચાર્ટર્ડ પ્લેન સમયસર બાર્બાડોસ ના પહોંચી શક્યું, જાણો T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ક્યારે પરત ફરશે?

ન્યુ જર્સી (યુએસએ) થી આવતી ચાર્ટર ફ્લાઇટ બાર્બાડોસ પહોંચવામાં વિલંબમાં હોવાથી ભારતીય ક્રિકેટ ટીમની સ્વદેશ પરત ફરવ

ટીમ ઈન્ડિયાને લઈને આવનાર ચાર્ટર્ડ પ્લેન સમયસર બાર્બાડોસ ના પહોંચી શક્યું, જાણો T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ક્યારે પરત ફરશે?

ન્યુ જર્સી (યુએસએ) થી આવતી ચાર્ટર ફ્લાઇટ બાર્બાડોસ પહોંચવામાં વિલંબમાં હોવાથી ભારતીય ક્રિકેટ ટીમની સ્વદેશ પરત ફરવામાં વધુ વિલંબ થયો છે. એર ઈન્ડિયાના વિશેષ ચાર્ટર એરક્રાફ્ટનું નામ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) છે. ભારતીય ક્રિકેટ ટીમ, તેમનો સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓના પરિવારજનો, BCCIના કેટલાક અધિકારીઓ અને ભારતીય મીડિયાના સભ્યોને ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા લાવવામાં આવશે.

આ તમામ લોકો છેલ્લા ત્રણ દિવસથી હરિકેન બેરીલના કારણે બાર્બાડોસમાં ફસાયેલા છે. શનિવારે, 29 જૂન 2024 ના રોજ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને રોહિત એન્ડ કંપનીએ T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ રવિવાર, 30 જૂન, 2024 ના રોજ ભારત આવવા માટે રવાના થવાની હતી, પરંતુ વાવાઝોડાને કારણે તેમને ટાપુ રાષ્ટ્રમાં જ રહેવાની ફરજ પડી હતી. બાર્બાડોસમાં હરિકેન બેરીલને કારણે સ્થાનિક સરકારે એરપોર્ટ બંધ કરી દીધું હતું અને તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી.

જણાવી દઈએ કે, બુધવારે રાજીવ શુક્લાએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ભગવાનનો આભાર કે, ટીમ ઈન્ડિયા આજે સાંજે બાર્બાડોસથઈ દિલ્હી માટે ઉડાન ભરી રહી છે. કાલ સાંજ સુધી ભારત પહોંચી જશે. ભારે વાવાઝોડાને કારણે તેઓ ત્રણ દિવસ સુધી ત્યાં ફસાયેલા હતા. BCCIએ ખેલાડીઓની સુરક્ષિત ઘરે પરત ફરવાની તમામ વ્યવસ્થા કરી લીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ પોતે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા જ્યારે ભારત પહોંચશે ત્યારે વિજેતા ટીમના સભ્યોનું BCCI દ્વારા ખાસ સન્માન કાર્યક્રમ આયોજિત કરાયો છે. ભારતીય ટીમ બાર્બાડોઝથી સીધી દિલ્હી પહોંચશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે પરંતુ હજુ સુધી આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો નથી. હરિકેન બેરીલ હવે કેટેગરી 5થી ઘટીને કેટેગરી 4નું થઈ ગયું છે અને તે જમૈકા તરફ આગળ વધી રહ્યું છે.

આ સમાચાર શેર કરો