Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : When will India vs England T20 series start, know here complete schedule

IND vs ENG / ક્યારે શરૂ થશે ભારત અને ઈંગ્લેન્ડની T20 સિરીઝ? અહીં જાણો 5 મેચોની સંપૂર્ણ શેડ્યૂલ

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / ક્યારે શરૂ થશે ભારત અને ઈંગ્લેન્ડની T20 સિરીઝ? અહીં જાણો 5 મેચોની સંપૂર્ણ શેડ્યૂલ
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમ માટે એક નવા યુગની શરૂઆત થઈ છે, જોકે તેની શરૂઆત સારી રીતે નથી થઈ. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરીઝ હારી ગઈ. હવે ટીમ ઈન્ડિયા પાંચ મેચની T20 સિરીઝ માટે ઈંગ્લેન્ડ જવા માટે તૈયાર છે, ત્યારબાદ ODI પણ રમાશે.

App Store

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ 1 જુલાઈથી શરૂ થશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ 1 જુલાઈ, બુધવારથી શરૂ થશે. બીજી મેચ મેચ 4 જુલાઈ, શનિવારના રોજ રમાશે. સિરીઝની ત્રીજી મેચ 7 જુલાઈ, મંગળવારના રોજ રમાશે. ચોથી મેચ ગુરુવાર, 9 જુલાઈના રોજ રમાશે. સિરીઝની પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈના રોજ રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ 14 જુલાઈથી શરૂ થશે

આ પછી પણ ભારતીય ટીમનો પ્રવાસ સમાપ્ત નહીં થાય. ત્રણ મેચની ODI સિરીઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. જેની પહેલી મેચ 14 જુલાઈ, મંગળવારના રોજ રમાશે. સિરીઝની બીજી ODI 16 જુલાઈ, ગુરુવારના રોજ રમાશે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રવિવાર, 19 જુલાઈના રોજ રમાશે. આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર જોવા મળશે, જેના કારણે ઉત્સાહ પહેલાથી જ વધી રહ્યો છે. શુભમન ગિલ ODIમાં ટીમનું નેતૃત્વ કરશે.

સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ ઐયરને T20 ટીમનો નવો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે

શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા તેની પહેલી T20 સિરીઝ હારી ગઈ છે અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ તેના માટે મુશ્કેલ કસોટી હશે. શ્રેયસની કેપ્ટનશિપ અંગે વિવિધ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. માર્ચમાં, ભારતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ICC T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો. જોકે, સૂર્યાને કેપ્ટનશિપમાંથી દૂર જ નહતો કરવામાં આવ્યો, પરંતુ તેને ટીમની બહારનો દરવાજો પણ બતાવી દેવામાં આવ્યો હતો. આ પછી શ્રેયસ અય્યર ટીમનો કેપ્ટન બન્છેયો. હવે, આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ ટીમ ઈંગ્લેન્ડ સામે કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે. તેનું ભવિષ્ય મોટાભાગે આ સિરીઝ પર નિર્ભર રહેશે.