Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : West Indies to play Qualifier match for ODI World Cup 2027 know which teams have qualified so far

ODI વર્લ્ડ કપ 2027 માટે વેસ્ટ ઈન્ડિઝે રમવી પડશે ક્વોલિફાયર મેચ, જાણો અત્યાર સુધી કઈ ટીમોને મળ્યું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ODI વર્લ્ડ કપ 2027 માટે વેસ્ટ ઈન્ડિઝે રમવી પડશે ક્વોલિફાયર મેચ, જાણો અત્યાર સુધી કઈ ટીમોને મળ્યું સ્થાન
સોર્સ : gstv

બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે આગામી વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર મેચ રમવી પડશે. આ પરિસ્થિતિ અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની સિરીઝને કારણે ઊભી થઈ. અફઘાનિસ્તાને આ સિરીઝની ત્રીજી મેચ જીતીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું, વેસ્ટ ઈન્ડિઝને પાછળ ધકેલી દીધું છે.

App Store

આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં ICC રેન્કિંગમાં ટોચની 8 ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર થશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન તરીકે સીધું સ્થાન મળશે. અફઘાનિસ્તાને બેલફાસ્ટમાં રમાયેલી ત્રીજી ODIમાં આયર્લેન્ડને હરાવ્યું, આમ તેનો રસ્તો સાફ કર્યો.

વેસ્ટ ઈન્ડિઝ સામે છે મુશ્કેલ

હાલમાં રેન્કિંગમાં 10મા ક્રમે છે, વેસ્ટ ઈન્ડિઝે 30 સપ્ટેમ્બર પહેલા ભારત સામે હજુ પણ બે ODI રમવાની છે. જો તે બંને મેચ જીતી જાય તો પણ તે ક્વોલિફાયરની રેસમાંથી બહાર રહેશે. આનો અર્થ એ થયો કે તેને ફરી એકવાર ક્વોલિફાયર મેચ રમવી પડશે. આ ક્વોલિફાયર ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ 2023 ODI વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ નહતું મેળવી શક્યું. ત્યારે પણ તેણે ક્વોલિફાયર મેચ રમવી પડી હતી. આ ટુર્નામેન્ટના સુપર સિક્સ તબક્કામાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાંચમા સ્થાને રહી અને વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગઈ. આ પહેલીવાર હતું જ્યારે આ ટીમે ODI વર્લ્ડ કપમાં નહતો ભાગ લીધો.

આ ક્વોલિફાયરનો વિજેતા સીધો વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં જશે. ત્યારબાદ આગામી ત્રણ ટીમો સુપર સિરીઝમાં રમશે અને વિજેતા 12મા ક્રમાંકિત ટીમ તરીકે પ્રવેશ કરશે.

આ ટીમો ક્વોલિફાય થઈ છે

અત્યાર સુધી કુલ 10 ટીમો ક્વોલિફાય થઈ છે, જ્યારે બે ટીમો હજુ નક્કી થવાની બાકી છે. ક્વોલિફાય થયેલી ટીમોમાં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.

ફોર્મેટ બદલાયું

ICCએ આ વખતે વર્લ્ડ કપનું ફોર્મેટ બદલ્યું છે. આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેશે, જેમાંથી 11 ક્વોલિફિકેશન દ્વારા નક્કી કરવામાં આવશે. ત્રણ ટીમો 12મા સ્થાન માટે સ્પર્ધા કરશે. વિજેતા ટીમ ક્વોલિફાય થશે. બધી ટીમોને છ ટીમોના બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. ત્યારબાદ દરેક ગ્રુપમાંથી ચોથી શ્રેષ્ઠ ટીમ આગામી રાઉન્ડમાં જશે, જેને સુપર 7 તરીકે ઓળખવામાં આવે છે.

સુપર 7માં રાઉન્ડ-રોબિન મેચો હશે. ત્યારબાદ ટોચની ચાર ટીમો સેમીફાઈનલમાં રમશે અને સેમીફાઈનલ વિજેતાઓ ફાઈનલમાં પહોંચશે.