બેન્ટલી કાર અને આલીશાન ઘર, વૈભવી જીવન જીવે છે વીરેન્દ્ર સેહવાગ, જાણો કેવી રીતે કરે છે કમાણી
ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો હતો. તે ઝડપથી રન બન

ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો હતો. તે ઝડપથી રન બનાવતો. સેહવાગે ઘણા સમય પહેલા ક્રિકેટને અલવિદા કહી દીધું હતું પરંતુ ફરી એકવાર તે સમાચારમાં છે અને તેનું કારણ તેના છૂટાછેડાના સમાચાર છે.
આ પણ વાંચો: વીરેન્દ્ર સેહવાગે ઇન્સ્ટાગ્રામ પર પત્નીને કરી અનફોલો: સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અફવાઓ
સેહવાગ વિશે એવા અહેવાલો છે કે તે અને તેની પત્ની આરતી અલગ થવાના છે. લગ્નના ઘણા વર્ષો પછી, બંને એકબીજાથી અલગ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંને ઘણા મહિનાઓથી અલગ રહી રહ્યા છે.
સેહવાગની નેટવર્થ
જો બંનેના છૂટાછેડા થાય છે, તો સેહવાગને નુકસાન થઈ શકે છે કારણ કે આરતીને તેની મિલકતમાં હિસ્સો આપવામાં આવી શકે છે. સેહવાગે 2015માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી સેહવાગે ઘણા કામ કર્યા અને પોતાની સંપત્તિમાં વધારો કર્યો. તે કોચિંગથી લઈને કોમેન્ટ્રી સુધી દરેક બાબતમાં જોવા મળતો હતો. એક અંદાજ મુજબ, સેહવાગની વર્તમાન નેટવર્થ 340થી 350 કરોડ રૂપિયાની વચ્ચે છે. તે ભારતનો પાંચમા સૌથી ધનિક ક્રિકેટર છે.
આલીશાન ઘર, લક્ઝરી ગાડી
સેહવાગનું દિલ્હીના હૌઝ ખાસમાં એક આલીશાન ઘર છે. આ ઉપરાંત, તેની પાસે ઘણી લક્ઝરી કાર છે. તેની પાસે બેન્ટલી જેવી લક્ઝરી કાર છે. આ ઉપરાંત, BMW 5 સિરીઝની કાર પણ છે. સેહવાગની આવકનો એક સોર્સ તેની ઈન્ટરનેશનલ સ્કૂલ છે જે હરિયાણામાં બનેલી છે. તેણે પંજાબ કિંગ્સ જેવી ફ્રેન્ચાઇઝીને પણ કોચિંગ આપ્યું છે અને સ્ટાર સ્પોર્ટ્સ સહિત ઘણી ચેનલો માટે કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો છે.






