VIDEO / 'મારુ કામ પતી જશે પછી...' વિરાટ કોહલીના આ નિવેદથી ઈમોશનલ થઈ ગયા ફેન્સ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ દિવસોમાં IPLમાં ધૂમ મચાવી રહ્યો છે. એક તરફ ચાહકો હંમેશા કો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ દિવસોમાં IPLમાં ધૂમ મચાવી રહ્યો છે. એક તરફ ચાહકો હંમેશા કોહલીને મેદાન પર રમતા જોવા માંગે છે. તો ચાહકોના મનમાં એક પ્રશ્ન પણ છે કે જો વિરાટ કોહલી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તો શું થશે? હવે વિરાટે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની નિવૃત્તિ વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે તે પોતાના કરિયરમાં બધું જ કરવા માંગે છે જેથી તેને પછીથી કોઈ પસ્તાવો ન થાય.
કોહલી નિવૃત્તિ બાદ અફસોસ કરવા માંગતો નથી
પોતાની નિવૃત્તિ અંગે વિરાટ કોહલીએ કહ્યું કે, 'એક ખેલાડી તરીકે અમારા કરિયરની પણ અંતિમ તારીખ હોય છે. હું મારી ટીમ માટે મેદાન પર દરરોજ મારું સર્વશ્રેષ્ઠ આપવા માંગુ છું. હું મારા કરિયરને એ વિચારીને સમાપ્ત કરવા માંગતો નથી કે મેં તે દિવસે આ કર્યું હોત. દરેક દિવસ સરખો નથી હોતો. મારું કામ પૂરું થઈ જશે અને હું નીકળી જઈશ, ત્યારપછી તમે થોડા સમય માટે મને જોઈ નહીં શકો. હું અમુક કામ અધૂરું છોડીને અફસોસ કરવા નથી માંગતો. જ્યાં સુધી હું રમું છું ત્યાં સુધી હું મારું સર્વસ્વ આપવા માંગુ છું. બસ આ જ વસ્તુ છે જે મને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.
આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે અને વિરાટ કોહલીને ક્યારેય નિવૃત ન થવા માટે કહી રહ્યા છે.
વિરાટે IPL 2024માં રેકોર્ડ બનાવ્યા
વિરાટ આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટે 13 મેચમાં 661 રન બનાવ્યા છે. આ સિઝનમાં કોહલીના બેટમાંથી એક સદી પણ નીકળી છે. આ સાથે વિરાટ IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે. તે જ સમયે, વિરાટ કોહલી આ સિઝનમાં કોઈપણ એક ફ્રેન્ચાઇઝી માટે 250થી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. હવે વિરાટની નજર 18 મેના રોજ CSK સામે RCBની મહત્ત્વપૂર્ણ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને પ્લેઓફમાં લઈ જવા પર રહેશે.
વિરાટ માટે પણ 18 મે ખાસ છે
18મી મેના રોજ RCB અને CSK વચ્ચે મહત્ત્વની મેચ રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. વિરાટ કોહલીનો પણ 18 મે સાથે ખાસ સંબંધ છે. IPL ઈતિહાસમાં વિરાટે 18મી મેના રોજ 2 સદી ફટકારી છે. વિરાટે વર્ષ 2016માં પંજાબ સામે એક સદી અને વર્ષ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બીજી સદી ફટકારી હતી.








